સુરત,તા.૨
ઓલપાડમાં નાના ભાઈએ નજીવા ઝઘડામાં મોટાભાઈના માથે કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બુધવારની મોડી સાંજે બનેલા બનાવ બાદ જમીન પર લોહી લુહાણ હાલતમાં પડેલા મોટાભાઈને તાત્કાલિક નજીકની હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સિવિલ ખસેડાતા મૃત જાહેર કરાયો હતો. ઓલપાડ પોલીસે ગણતરીના કલાકોમાં ભાઈના હત્યારા ભાઈને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.
કિશોર પટેલ (મરનારનો મોટો ભાઈ) એ જણાવ્યું હતું કે, ત્રણ ભાઈઓમાં તેઓ સૌથી મોટા છે. પિતાના અવસાન બાદ ઘરની તમામ જવાબદારીઓ તેઓ નિભાવતા આવ્યા છે. ત્રણ ભાઈઓમાં બીજા નંબરે દિપક છે જે ખેતીવાડીના કામકાજ સાથે સંકળાયેલો છે. અને સૌથી નાનો જયેશ છૂટક કામકાજ કરી ઘરમાં મદદ રૂપ થતો હતો. દિપક અને જયેશ વચ્ચે અવર-નવર નાની નાની બાબતે ઝઘડાઓ થતા આવ્યા હતા. જોકે, ગામના લોકોની મધ્યસ્થી બાદ સમાધાન પણ થઈ જતું હતું. જોકે બુધવારનો ઝઘડો હત્યા સુધી પહોંચી જશે એવું ક્યારે પણ વિચાર્યું નહોતું.
વધુમાં જણાવ્યું હતું કે, બુધવારના રોજ તેઓ નોકરી પર હતા. ત્યારે ગામના એક મિત્રએ ફોન પણ દિપક પર થયેલા હુમલાની જાણ કરી હતી. તેઓ તાત્કાલિક આ બાબતની જાણ બાદ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં દિપકના મોતની ખબર પડતાં શોકમગ્ન થઇ ગયા હતા. જયેશ દારૂના નશામાં હતો ત્યારે કોઈ વાત ઉપર બંને વચ્ચે ઝઘડો થયો હતો. જોતજોતામાં હાથાપાઈ બાદ જ્યેશે કુહાડી ઉપાડી દિપકના માથે ઘા કર્યો હતો. ગામના લોકો દિપકને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, તેને બચાવી શક્યા નહોતા. ઓલપાડ પોલીસે ઘટનાની જાણ બાદ તાત્કાલિક જયેશને ઝડપી પાડ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


