સુરત,તા.૧૯
ડિંડોલી પોલીસ મથકની હદમાં સણિયા ગામની સીમમાં ઇકલેરા ચાર રસ્તા પરના એક ખેતર નજીક ખેતરાળી નહેરમાંથી મહિલા અને બાળકની હત્યા કરાયેલી લાશ ભરેલો પ્લાસ્ટિકનો કોથળો મળી આવ્યો હતો. એ સાથે જ ડિંડોલી પોલીસ ઉપરાંત શહેરભરની પોલીસ વધુ એક વખત ધંધે લાગી હતી. ડિંડોલી પોલીસે અજાણી મહિલા અને બાળકની હત્યા કરનારા અજાણ્યા હત્યારા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને ૩ મહિને હત્યારાઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે. અને બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હત્યા મહિલાના પ્રેમી અને તેના મિત્ર દ્વારા જ કરવામાં આવી હતી.
૧૯ મે ૨૦૧૮ના રોજ સવારે પોણા નવ વાગ્યે ડિંડોલી પોલીસ મથકનો ફોન રણક્યો. સામે છેડેથી સણિયા ગામના સરપંચ બોલતા હતા. સરપંચની વાત સાંભળી પોલીસ સ્ટેશન અમલદાર (પીએસઓ)ના શ્વાસ બે સેકન્ડ પૂરતા થંભી ગયા હતા. કારણ કે સરપંચે કહ્યું, ઇકલેરા ચાર રસ્તા પાસે કિશોરસિંહ ગોહીલના ખેતરની નજીક ખેતરાળી નહેરમાંથી એક પ્લાસ્ટિકનો મોટો કોથળો મળ્યો છે. જેમાં હત્યા કરી પેક કરાયેલી લાશ છે. એ સાથે જ ડિંડોલી પોલીસ મથકના પોઈ વી.એમ. મકવાણા તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જોયું તો ત્યાં પ્લાસ્ટિકના મોટા કોથળામાંથી એક ખોપડી બહાર નીકળેલી જોવા મળી હતી.
ત્રણ મહિનાની મહેનત બાદ પોલીસને મહિલા અને બાળકની હત્યાનો ભેદ ઉકેલવામાં સફલતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


