અમદાવાદ,તા.૩૧
ઓનલાઈન ખરીદીના શોખીનો માટે લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઓનલાઈન વેપારના નામે છેતરપિંડી કરતા અમરેલી અને ભાવનગરના બે ભેજાબાજાને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે આ બે ભેજાબાજા પાસેથી આશરે ૮૯ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બંને ભેજાબાજા ઓનલાઈન ખરીદી કરનાર લોકોનો ડેટા ચોરી કરી ગ્રાહકોને અસલીના નામે નકલી ચીજ વસ્તુઓ પધરાવતા હતા. બે પૈકી એક આરોપી હિરેન અમરેલીનો રેહવાસી છે જયારે ધાર્મિક ભાવનગરનો વતની છે. બંને હાલ સુરતમાં રહે છે.
સાયબર ક્રાઈમનાં જે. એસ. ગેડમ, ઇન્ચાર્જ છઝ્રઁનાં જણાવ્યાં પ્રમાણે, “હીરાના કારખાનામાં કામ કરતા બંને ભેજાબાજાએ શોર્ટ કટમાં રૂપિયા કમાવાનું નક્કી કરીને આનો છેતરપિંડીનો ધંધો શરૂ કર્યો હતો. કુરિયર કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા અમદાવાદના વેજલપુરના સંતોષ શેઠે આ બંન્ને સામે ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે આ બંને ઠગબાજાને ઝડપી પાડ્યા છે.”
આ મામલામાં હાલ તે બંન્નેની પૂછપરછ કરી રહ્યાં છે. તેઓએ કઇ રીતે અને કોની કોની સાથે છેતરપિંડી કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


