અજાણ્યા વાહનની અડફેટે પોલીસકર્મી અને તેની પત્નીનું મોત

0
125

રાજકોટ,તા.૩૧
જસદણ તાલુકાના આટકોટ ગોંડલ ચોકડી નજીક રાત્રે લાખાવડ ગામના બાઇક ચાલક દંપતિને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મૃતક યુવાન આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ દોડી ગયેલી પોલીસે દંપતિની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અજાણ્યા વાહનચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.
આટકોટ પંથકના લાખાવડ ગામે રહેતા લાખાભાઇ અને તેમની પત્ની ય્ત્ન-૦૩/હ્લઝ્ર/૧૯૦૫ નંબરનું બાઈક લઈને કામ સબબ નીકળ્યા હતા. આટકોટની ગોંડલ ચોકડી નજીક પહોંચ્યા ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે પાછળથી ઠોકર મારતા દંપતિ ફંગોળાઈ જતા અજાણ્યા વાહન નીચે ચગદાઈ ગયા હતા. આ અકસ્માતમાં ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે બંનેનું કરૂણ મોત નિપજ્યું હતું.
ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. અને પોલીસ કાફલો પણ દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન લાખાભાઇ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે દોડી જઈ બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અજાણ્યા વાહનચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY