ઓનલાઇન ડેટિંગનો ક્રેઝ છે

0
79

અમેરિકામાં તાજેતરમાં જ કરાવવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દેશમાં ઓનલાઈન ડેટીગ હવે સંબંધો બનાવવાના નવા વિકલ્પ તરીકે છે. સંબંધો વિકસિત કરવામાં ઓનલાઈન ડેટીગની ચાવીરૂપ ભૂમિકા છે. આધુનિક સમયમાં ઓનલાઈન ડેટીગનો ક્રેઝ સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે. યુવક યુવતીઓ મોટાભાગે ઓનલાઈન મારફતે જ એકબીજાના સંપર્કમાં આવી રહ્યા છે. યુનિવર્સિટી ઓફ રોસેસ્ટરના મનોવૈજ્ઞાનિકોની એક ટીમે અભ્યાસ કર્યા બાદ શોધી કાઢ્યું છે કે મિત્રો મારફતે મુલાકાતની પરંપરા હવે જૂની થઈ ચૂકી છે. ઓનલાઈન ડેટીગ હવે સંબંધો મજબૂત કરવામાં અગ્રણી છે. યુવક યુવતીઓ ઓનલાઈન મારફતે જ એકબીજાને તમામ માહિતી આપી દીધા બાદ નજીક આવી રહ્યા છે. સંશોધકોના પાંચ સંશોધકો પૈકી એકે કહ્યું છે કે ઓનલાઈન ડેટીગ ચોક્કસપણે હવે સંબંધોમાં એક નવા વળાંક તરીકે છે. સાઈકોલોજીકલ સાયન્સ ઇન ધ પÂબ્લક ઇનટ્રેસ્ટમાં પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઓનલાઈન ડેટીગ મારફતે એક વખતમાં અને એક જ સમયમાં લોકો પાસે અનેક વિકલ્પો આવી જાય છે. જા કે સંશોધકોના જણાવવામાં આવ્યું છે કે ઓનલાઈન ડેટીગથી નુકશાન પણ છે. ઓનલાઈન લવના ઘણા નિરાશાજનક પરિણામ પણ મળી ચૂક્યા છે. આમા કહેવામાં આવ્યું છે કે ઓનલાઈન ડેટીગથી બંને પક્ષો વચ્ચે એકબીજા માટે મહત્વકાંક્ષાઓ વધી જાય છે. બંને પક્ષો ઘણી બિનજરૂરી અપેક્ષાઓ રાખે છે જેથી સંબંધોમાં તિરાડ પડવામાં પણ સમય લાગતો નથી. ભૂતકાળમાં લોકો કહેતા હતા કે જાડા સ્વર્ગમાં બને છે પરંતુ આધુનિક સમયમાં આ ક્ષેત્રમાં ક્રાંતિ આવી ચૂકી છે. ઓનલાઈન ડેટીગ સંબંધો બનાવવાના નવા માધ્યમ તરીકે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY