મદ્રાસ,તા.૧૩
હાઈકોર્ટના જજની કાર અને ડ્રાઈવર સાથે માથાકૂટ કરવી એક વકીલ દંપતીને મોંઘુ પડ્યું છે. તામિલનાડુ બાર કાઉન્સિલે વકીલ દંપતીનું લાયસન્સ કેન્સલ કરી દીધુ છે. કાઉન્સિલ અનુસાર બેનેએ ખોટો દુરવ્યવહાર કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, પ્રજામાં માનનીય જજ અને ન્યયપાલિકા પર વિશ્વાસ બનાવી રાખવા આ જરૂરી છે, કે તમને બંનેને પ્રેક્ટિસ કરવાથી રોકીને નિલંબિત કરવામાં આવે. બાર કાઉન્સિલ તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે, પૂરા ભારતમાં વકીલ દંપતી અગામી આદેશ સુધી કોઈ પણ કોર્ટ, ટ્રિબ્યૂનલ અથવા અર્ધ ન્યાયિક ટ્રિબ્યૂનલમાં પ્રેક્ટિસ નહી કરી શકે.
બાર કાઉન્સિલે વકીલ દંપતીને જવાબ આપવા માટે ૧૫ દિવસનો સમય આપ્યો છે. આની જાણકારી મદ્રાસ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પણ આપવામાં આવી છે. બાર કાઉન્સિલ તરફથી કહેવામાં આવ્યું છે કે, આ આદેશને રિસિવ કરવાની તારીખથી ૧૫ દિવસની અંદર જા ઉપયુક્ત જવાબ ન આપવામાં આવે તો, આ મામલાને એડવોકેટ્સ એક્ટ ૧૯૬૧ની કલમ ૪૨ હેટલ ઈન્કવાયરી માટે અનુશાસ્નાત્મક સમિતિને મોકલી દેવામાં આવશે.
ફરિયાદ અનુસાર, ૩૦ જિલાઈએ એડવોકેટ થિરૂમતિ એલ શિખા સરમદન અને તેમના પતિ એસ સહુલ હમીદ કારમાં હતા. ગાડી હમીદ ચલાવી રહ્યા હતા. બેને વ્યવસાયે વકીલ છે. આ દરમ્યાન હમીદે કથીત રીતે હાઈકોર્ટના જજની કારને ઓવરટેક કરી અને તેમની ગાડીની આગળ પોતાની કાર રોકીને ડ્રાઈવરને ધમકાવ્યો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘટનાના ૩ દિવસ બાદ વકિલ દંપતિ જજના અધિકારિક નિવાસ પર હતા અને ત્યાં પણ ડ્રાઈવર સાથે ગેરવર્તણૂક કરી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


