હૈદરાબાદ,તા.૬
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-મુસ્લિમીન ઓવેસીએ મુસ્લિમ યુવકની બળજબરીથી દાઢી કાપવાની ઘટના વિશે નિવેદન આપ્યુ છે.
તેમણે કહ્યું કે જે લોકોએ આ કામ કર્યુ છે, હુ એમને કહેવા માગુ છુ કે જા તેઓ અમારા ગળા કાપી નાખશે તો પણ અમે મુસ્લિમ રહેવાના જ છીએ.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-મુસ્લિમીન પ્રમુખ અસરુદીન ઓવેસીના નિવેદન પર વિવાદ શરૂ થઇ ગયો છે. ઓવેસીએ કહ્યું કે ધર્મ પરિવર્તન કરાવીને હિંદુઓને દાઢી રાખવા માટે મજબુર કરવામાં આવશે.
અમુક દિવસ અગાઉ હરિયાણાના ગુરુગ્રામમાં એક મુસ્લિમ યુવક સાથે કેટલાક લોકોએ મારામારી કરી હતી અને તુ પાકિસ્તાની છે એમ કહીને તેની દાઢી કાપી નાંખી હતી. ઓવેસીએ આ ઘટના વિશે નિવેદન આપ્યુ છે.
મુસ્લિમ યુવકની બળજબરીપૂર્વક દાઢી કાપવાની ઘટના ૩૧ જુલાઇની છે. કેટલાક લોકોએ મુસ્લિમ યુવકની પકડીને બળજબરીપૂર્વક દાઢી કાપી હતી. પીડિતે વિરોધ કરતા આરોપીઓએ તેની સાથે મારામારી કરી હતી.
આરોપીઓએ યુવકને ધમકી આપી હતી કે જા તે પોલીસ પાસે જશે તો પરિણામ ખરાબ આવશે. જાકે યુવકે પોલીસ પાસે જઇને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે કાર્યવાહી કરતા ૩ આરોપીની ધડપકડ કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





