ન્યુ દિલ્હી,તા.૬
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે. આ દિવસે પીએમ મોદીના ભાષણ માટે મંત્રીઓની ખાસ ટીમ બનાવવામાં આવી છે. ગૃહમંત્રી રાજનાથ સિંહવના નેતૃત્વમાં મંત્રીઓની ટીમ અનઔપચારિક રીતે પીએમના ભાષણ માટે કન્ટેન્ટ ભેગું કરી રહી છે. આ ભાષણને ખાસ કરીને ૨૦૧૯ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાશે.
૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે તૈયારી કરી લીધી છે અને લાલ કિલ્લાથી દેશના નામે થતાં સંબોધનમાં પણ જાવા મળશે. સૂત્રોનુસાર મોદી ઇચ્છે છે કે, સ્વતંત્રતા દિવસે દેશના નામે થનારા સંબોધનમાં માત્ર આંકડાકીય માહિતી ન હોય. ભાષણમાં રાજકીય પાસું પણ હોવું જાઈએ. એટલે આ ભાષણને ૨૦૧૯ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. ભાષણ તૈયાર કરનાર મંત્રીઓના સમૂહમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરી, કાર્યકારી નાણામંત્રી પીયૂષ ગોયલ શામેલ છે. સૂત્રોના મતે ભાષાણ માટે ઈનપુટ એકત્ર કરવાની આ પ્રક્રિયા ચર્ચા આધારિત હશે. સામાન્ય રીતે કેબિનેટ કક્ષાના સચિવ પોતાના સ્તરે ભાષણ આપવા માટે ઈનપુટ આપવાનું કામ કરે છે.
સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રીના ભાષણ પર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવે છે કેમકે આ ભાષણની મદદથી પ્રધાનમંત્રી પોતાના સરકારની મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરે છે અને સાથે જ દેશના મહત્વપૂર્ણ મુદ્દા પર સરકારની શું રણનીતિ છે તે અંગે પણ જણાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લાથી રાષ્ટ્રના નામ સંબોધનમાં સ્વચ્છ ભારત મીશન, ટ્રિપલ તલાક જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. પીએમના ભાષણ માટે અન્ય મંત્રીઓને પણ ઈનપુટ આપવાનું કહેવાયું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





