વડોદરા શહેરના ન્યુ અલકાપુરી નારાયણ ગાર્ડન પાસેના એક કોમ્પલેક્સમાંથી સ્પેશીયલ ઓપરેશન ગ્રુપે હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપી પાડ્યું હોવાનું જાણવા મળે છે. આ બાબતે એસઓજી તરફથી ભારે ચૂપકીદી સેવી રાખવામાં આવી છે. આવનારા દિવસોમાં જેની જાહેરાત થાય તેમ આધારભૂત સૂત્રો જણાવી રહ્યાં છે. ફ્રેન્ડશીપ કલબના ઓથા હેઠળ લોકો પાસેથી પૈસા પડાવી લેવાનો કારસો છે. હાલ પૂછપરછ ચાલી રહી છે. ટોળકીમાં એક મહિલા સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આવી જાહેરાતો અખબાર માં છપાવી લોકો ને છેતરે છે આ માત્ર નમુનો છે
આજ નું પ્રમુખ અખબાર પાના નંબર 09
ઉલ્લેખનીય છે કે, ફ્રેન્ડશીપ કલબના નામે પૈસા પડાવી લેવામાં આવે છે. અત્યાર સુધીમાં પોલીસને હજારો અરજીઓ મળી છે, પરંતુ આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી થઈ હોય તેવુ છેલ્લા ઘણાં વખતથી જોવા મળ્યુ નથી. હાલમાં જે આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે તે ટોળકી પરપ્રાંતિય હોવાનું જાણવા મળે છે. ફ્રેન્ડશીપ કલબના ઓથા હેઠળ લોકો પાસેથી પૈસા પડાવી લેતી ટોળકી દ્વારા કરવામાં આવતી ઠગાઈના કિસ્સાઓ ભુતકાળમાં પ્રકાશમાં આવી ચુકયા છે.
ટોળકીની મોડેસ ઓપરેન્ડી ઉપર નજર કરવામાં આવે તો લોભામણી જાહેરાત આપીને ખાસ કરીને યુવકોને ફસાવવામાં આવે છે.બેન્ક એકાઉન્ટ નંબર આપીને સૌ પ્રથમ તેમા પૈસા ભરાવામાં આવે છે. ત્યાર પછી કોન્ટેકટ નંબર આપવામાં આવે છે તે નંબર ઉપર નો રીપ્લાય મળે છે આવી જાળમાં સંખ્યાબંધ લોકો ફસાયા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે પ્રમુખ અખબાર માં જાહેરાત આપી આ ટોળકી યુવાન અને ઉંમરલાયક વ્યક્તિઓ ને ફસાવ થઈ હતી જેની તમામ વિગત અને રેકોર્ડિંગ વડોદરા ના પોકિસ કમિશનર ને જંગ એ ગુજરાત અખબાર દ્વારા મોકલવામાં આવતા આ ઉમદા કામગીરી વડોદરા શહેર એસોજી દ્વારા કરાઈ તે સરાહનીય છે પણ જો ઊંડાણ પૂર્વક ગંભીરતા થી તપાસ થાય તો આવા કેટલાય ઠગ બહાર આવે તેમ છે
એડિટોરિયલ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







