લો હવે નિષ્ફળતા છુપાવવા માટે સરકાર માટેનું નવું સાધન એટલે દારૂબંધી !!

0
133

પ્રાપ્ત વિગતો અનુસાર રોજગાર ક્ષેત્ર હોય, કાશ્મીરમાં સૈનિકોના મોત હોય કે પછી મોંઘવારી હોય તમામ ક્ષેત્રે આપેલા વચનો પુરા ન કરી શકતી સરકાર હવે ચૂંટણી આવે ત્યારે ફરી પાછો એનો એ જ રાગ આલાપશે કે રામ મંદિર તો હોગા, કાશ્મીર અને પાકિસ્તાન વિશે બોલશે,વંશવાદ વિશે બોલશે એમાં વધુ એક મુદ્દો ઉમેરાયો દારૂબંધી,

દારૂબંધીનો વિશે ગુજરાતની પ્રજાને સામ-દામ-દંડ-ભેદ થી ભડકાવતી-ડરાવી આ સરકાર એક તરફ જે લોકોના આરોગ્ય પરમીટ છે તેમાં બેફામ ભાવ વધારો ઝીંકી દીધો છે બીજી તરફ સવાર પડે ને બુટલેગરોનો દારૂ પકડાયો, આમ જોવા જઈએ તો આરોગ્યની પરમીટવાળા દર્દ કરતા વધુ દારૂ ના ભાવ વધારા થી પીડાય છે અને ગેરકાયદેસર દારૂ માટે પણ સાંજ પડે દારૂ ક્યાંથી મળશે એની પળોજણમાં અટવાય છે ત્યારે દેશીદારૂનો વેચાણ બેફામ બન્યું છે અને જેના પરિણામે અમદાવાદમાં કથિત દેશી દારૂ પીવા માં વધુ કેફ માટે અન્ય પદાર્થો નો ઉમેરો થતાં આંખોની દૃષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે કહી શકાય કે આ દેશી દારુ ને વધુ અસરકારક બનાવવા માટે મીથેનોલ ઉપયોગ થઇ શકે અથવા કેમિકલનો ઉપયોગ થયો હોય અને જેના પરિણામે ભૂતકાળ માં લઠ્ઠા કાંડ થયા છે અત્રે ઉલ્લેખનીય છે કે જે રાજ્યમાં દારૂબંધી નથી ત્યાં શુ સવાર સાંજ લોકો પી ને એકબીજા સાથે અથડાય છે? શુ રોજ છેડતી અને બળાત્કારો દારૂ ના કારણે થાય છે? જાણકારોના મત મુજબ દારૂ કાયદેસર નથી વેચાતો ત્યાં સરકાર આવક તો ગુમાવે છે સાથે સાથે જો કાયદો કડક કરવામાં આવે તો લોકો અન્ય કેફી દ્રવ્યો તરફ વળે છે અને જે દારૂ કરતા વધુ ઘાતક હોય છે આથી હવે ગુજરાત ની પ્રજા પણ વિચારી રહી છે કે સરકાર એકમાત્ર દારૂબંધી દારૂબંધી કરી
રોજ કરોડો નો દારૂ પકડે છે તો અબજોની આવક ગુમાવતી હોવાનું પણ નકારી ન શકાય અંતે એમ જ કહી શકાય કે ગુજરાતમાંથી હવે દારૂબંધીને દૂર કરવી પડશે અને ત્યારે તંત્ર અન્ય કામે જોતરાશે નહીં તો સવાર પડે ને એનીએજ દારૂની મોકાણ!!

એડિટોરિયલ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY