સુરેન્દ્રનગર જીલ્લામાં ઘણા સમય થી વેપારીઓ દ્વારા ગ્રાહકોને છેતરપીંડી કરવાના બનાવો અવાર નવાર બનતા હોવાની સામાન્ય લોકો માં રાવ ઉઠતા મહે. જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબ નાઓએ લોકલ કાઈમ બ્રાન્ચ સુરેન્દ્રનગર ના પોલીસ ઇન્સ. એન.કે.વ્યાસ સાહેબ ને આપેલ સુચના તથા માર્ગદર્શન આપતા પોલીસ વ્યાસ સાહેબ તથા હેડ કોન્સ.પો.હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા કિશોરભાઈ પારધી તથા રવિભાઈ ભરવાડ, તથા પો.કોન્સ. દિલીપભાઈ ઠાકોર તથા ધવલભાઈ પટેલ તથા નરેશભાઈ ભોજીયા તથા આબીદખાન મલેક, ચમનલાલ પટેલ, કિશનચંદ્ર રાઠોડ, જયેન્દ્રસિંહ પરમાર, કંચનબેન વેગડ, વિગેરે એલ.સી.બી.ની. અલગ અલગ ટિમ બનાવી વઢવાણ જી.આઈ.ડી.સી. માં તપાસ કરી બાતમી હકીકત મેળવતા ગાયત્રી એન્ટરપ્રાઈઝ ના માલિક અરવિંદભાઈ મદનલાલ ભૂતડા ( મહેશ્વરી) તથા ગીરીશભાઈ મદનલાલ ભૂતડા ( મહેશ્વરી) રહે. બન્ને સુરેન્દ્રનગર, અલ્કાપુર ચોક, સુરેન્દ્રનગર રાજીવ સોસાયટી, ગણેશ સ્ટોર ની સામે વાળાઓના કબ્જા ભોગવટા ના તેલ ની માલમાં સોયાબીન તથા પામોલીન તેલ ની અંદર સિંગતેલ ના એસેન્સનું મિશ્રણ કરી પોતાના ફાયદા માટે તેમજ તલના વેચાણમાં વધુ નફો મેળવવા માટે આ સોયાબીન તથા પામોલીન સિંગતેલ ગ હોવાનું પોતે જાણતો હોવા છતાં સામાન્ય પ્રજાને સિંગતેલ નું એસેન્સ ડીસા ના નીલેશકુમાર રતિલાલ ચોખાવાલા વાળા પાસે થી મંગાવી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી ગુનો કરેલ હોય જેથી ભેળસેળ કરેલ સિંગતેલ ડબ્બા નંગ : ૩૦૯ , કી.રૂ. ૪,૩૨,૬૦૦/- તથા પ્લાસ્ટિક ના કેન નંગ : ૧૦૨, કી.રૂ.૫૧૦૦૦/- તથા સિંગતેલ બનાવવાનું અસેસ્ન્સ ૧૫ લીટર ( ૩ કેન ) કી. રૂ. ૨૧૦૦૦/- મળી કુલ ૫,04,૬૦૦/- નો મુદ્દા માલ ગાયત્રી એન્ટરપ્રાઈઝ મિલ ને શીલ કરી કાયદેસર ની કાર્યવાહી કરી મિલ માલિક વિરુધ સુરેન્દ્રનગર સીટી બી. ડીવી પો. સ્ટે. વિસ્તારમાં ગુનો રજી. કરવામાં આવેલ છે વધુ તપાસ ચાલુ છે સિંગતેલ નું ભેળસેળ કરતા સુરેન્દ્રનગર તથા આજુબાજુ ના વિસ્તાર ના વેપારીઓમાં ફફડાટ મચી ગયેલ છે.

રીપોટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





