પાયલોટે છત પર જીવના જાખમે હેલિકોપ્ટર ઉતારી બચાવ્યા ૩૨ના જીવ

0
139

તિરુવનંતપુરમ્‌,તા.૧૮
કેરાલામાં પૂર અને વરસાદના તાંડવ વચ્ચે આર્મી, નેવી અને એરફોર્સના બચાવ ટુકડીઓ દેવદૂત બનીને લોકો માટે આવી છે.
પૂરમં ફસાયેલા લોકોને ઉગારવા માટે સેનાની ત્રણે પાંખના જવાનો જીવના જાખમે કામગીરી કરી રહ્યા છે. તેમાં પણ શૌર્યચક્ર વિજેતા કેપ્ટન પી રાજકુમારે શુક્રવારે એક એવા રેસ્ક્્યુ ઓપરેશનને અંજામ આપ્યુ હતુ કે જેમાં તેમનો પોતાનો જીવ જાય તેવી શક્્યતા હતા.
કેપ્ટન રાજકુમાર અને કમાન્ડર વિજય વર્માએ પૂરના પાણી વચ્ચે ઘેરાયેલા એક વિસ્તારમાં મકાનની છત પર સી કિંગ હેલિકોપ્ટર લેન્ડ કરાવીને છત પર ફસાયેલા ૩૨ લોકોને ઉગારી લીધા હતા.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY