અહો આશ્વર્યમ !!! નીલ આર્મસ્ટ્રોંગને મળ્યું બકરી ઇદના દિને કુરબાની કરવા માટેનું લાઇસન્સ!!

0
16

મુંબઈ,તા.૧૮
ચંદ્ર પર પ્રથમ પગલું માંડનારા એસ્ટ્રોનોટ અમેરિકાના નીલ આર્મસ્ટ્રોંગનું નામ આજે શાળામાં ભણતા દરેક વિદ્યાર્થીને ખબર હશે. પણ પાલિકાના અધિકારીઓને એ વાતની જાણ નથી. એવો સવાલ કરવામાં આવી રહ્યો છે. એક જ નામમાં સમાનતા હોવાને કારણે બકરી ઇદ માટે પાલિકાએ ચાર બકરા કાપવાનું ઓનલાઇન લાઇસન્સ આપવામાં આવ્યું હોવાની કરામત પાલિકાના અધિકારીઓએ કરી હતી.
જાકે હાઇકોર્ટે પાલિકાના નબળા કારભારની ગંભીર નોંધ લઇને ઓનલાઇન લાઇસન્સ આપવા પર સ્ટે આપ્યો હતો. પાલિકાએ કરેલી ગરબડને કારણે તેમનો નબળો કારભાર ઊડીને આંખે વળગ્યો હતો. જાકે પાલિકાએ બકરી ઇદ નિમિત્તે આપેલા ઓનલાઇન લાઇસન્સ પર હાઇકોર્ટે તાબડતોબ સ્ટે આપ્યો હતો. કોઇ પણ પ્રકારની ચકાસણી કર્યા વિના પાલિકા દ્વારા લાઇસન્સ આપવામાં આવતું હોવાની વાતને હાઇકોર્ટના ધ્યાનમાં લાવવામાં આવી હતી.
આના પર તીવ્ર નારાજગી વ્યક્ત કરતાં હાઇકોર્ટે સોમવાર સુધી કોઇ પણ લાઇસન્સ ન આપવાનો આદેશ આપ્યો હતો.
જીવ મૈત્રી ટ્રસ્ટ વતી હાઇકોર્ટમાં આ અરજી કરવામાં આવી હતી. આ અરજી પર મંગળવારે ન્યાયાધીશ અભય ઓક અને ન્યાયાધીશ રિયાઝ છાગલાની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
પાલિકા પ્રશાસને કરેલી મૂર્ખામીને ઉઘાડી પાડવા માટે અરજીકર્તાએ ન્યાયાધીશ અભય ઓકનું જ કોર્ટ રૂમ નંબર ૧૩, મુંબઈ હાઇકોર્ટ, સરનામું આપીને નીલ આર્મસ્ટ્રોંગના નામે બકરી કુર્બાનીનું લાઇસન્સ આપવામાં આવે એવું જણાવ્યું હતું. આવનારી ૨૩મી ઓગસ્ટે મુંબઈ સહિત આખા દેશમાં બકરી ઇદનો ઉત્સવ ઊજવવામાં આવવાનો છે.
આભાર – નિહારીકા રવિયા

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY