ભારતનો પાક.ને જડબાતોડ જવાબ ઃ બે પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા

0
11

શ્રીનગર,તા.૧૪
ભારતીય સેનાના જવાનની શહાતનો સેનાએ બદલો લીધો છે. સેનાએ તંગધારમાં બે પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા છે. સેનાએ ૨૪ કલાકમાં મોટી કાર્યવાહી કરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આવ્યો છે. પાકિસ્તાને ગઈ કાલે કરેલા ફાયરિંગમાં પુષ્પેન્દ્ર નામનો જવાન શહીદ થયો હતો. પાકિસ્તાન દ્વારા અનિલ પોસ્ટ,ચીતક પોસ્ટ અને બ્લેક રોક પોસ્ટ પર ફાયરિંગ કર્યુ હતુ.
તેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન સેનાને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સેનાએ કરેલા ફાયરિંગમાં પાકિસ્તાન સેનાના બે જવાન ઠાર મરાયા છે. સોમવારે કુપવાડાના તંગધારમાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં આતંકવાદીઓએ સેના પર ફાયરિંગ કર્યુ હતુ. જેમા સેનાનો એક જવાન શહીદ થયો હતો.
આતંકવાદીઓ અથડામણમાં ફરાર થવામાં સફળ રહ્યા હતા. પાકિસ્તાન સેના આતંકવાદીઓને ઘુસણખોરી કરાવવા માટે મદદ કરી રહ્યા હતા. ત્યારે સેનાએ આતંકવાદીને રોકવોનો પ્રયાસ કર્યો હતો. મહત્વનુ છે કે, પાકિસ્તાને થોડા દિવસો પહેલા બાંદીપોરાના ગુરેજમાં સીફ ફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું. જે દરમ્યાન સેનાએ ઘુસણખોરી કરી રહેલા ચાર આતંકવાદીને ઠાર માર્યા હતા.

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY