ન્યુ દિલ્હી,તા.૧૪
દેશની સૌથી જૂની કો-ઓપરેટિવ બેન્કોમાંની એક કોસમોસ બેંકનું એટીએમ સર્વર હેક કરી કેકર્સે ૯૪ કરોડ રૂપિયા ચોરી લીધા છે. હેકર્સે સર્વર હેક કરી બેંકના રૂપિયા અને વિઝા ડેબિટ કાર્ડની ડિટેલ ચોરી છે. ત્યારબાદ આ ડિટેલનો ઉપયોગ કરી પૈસાની હેરા-ફેરી કરવામાં આવી છે. હેકર્સે આ દ્વારા ૯૪.૪૨ કરોડ રૂપિયા દેશ બહાર મોકલ્યા છે.
ચોરીની ડિટેલના આધારે આશરે ૧૨ હજાર લેવડ-ડેવડ કરવામાં આવી છે. આ તમામ લેવડ-દેવડ દેશની બહાર કરવામાં આવ્યા છે. આ ૧૨ હજાર લેવડ-દેવડ દ્વારા ૭૮ કરોડ રૂપિયાની ચોરી કરવામાં આવી છે. આ સિવાય ૨૮૦૦ લેવડ-દેવડ કરવામાં આવી છે. તેમાં પણ લગભગ ૮૦ લાખ રૂપિયાની ચોરી થઇ છે. એક ટ્રાન્સેક્શનમાં પૈસા હોંગકોંગની હેન્ગસેન્ગ બેંકમાં મોકલવામાં આવ્યા છે.
આ પૈસા ટ્રેડિંગ લિમિટેડના નામ પર મોકલવામાં આવ્યા હતા. આ બેનેફીશિયરીને ૧૨ કરોડ મળ્યા છે. આ રીતે આ ફ્રોડ દ્વારા ૯૪ કરોડ રૂપિયાની ચોરી થઈ છે. ન્યૂઝ એજન્સી એનઆઈના જણાવ્યા અનુસાર એક અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ અને હોંગકોંગની સંબંધિત કંપની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. જણાવો કે જેમ જેમ ડિજિટલ બેન્કિંગનો રસ્તો વધી રહ્યો છે, તેમ તેમ ડિજિટલ ફ્રોડ પણ વધી રહ્યા છે. છેતરપિંડી કરવાવાળા ફ્રોડ કરવા માટે અનેક માર્ગો અપનાવે છે. તેમાં મલવેયર દ્વારા સિસ્ટમને હેક કરવા સહિત ક્લોનિંગનો પણ સમાવેશ છે.
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



