દુબઇ,તા.૧૮
જેની ઉત્સુકતાથી વિશ્વભરમાં કરોડો ક્રિકેટ પ્રેમીઓ રાહ જાઇ રહ્યા છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ, થ્રીલર અને દિલધડક મેચ આવતીકાલે બુધવારના દિવસે રમાનાર છે. લાંબા સમય બાદ એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટના ભાગરૂપે આ મેચ બન્ને દેશો વચ્ચે રમાનાર છે. દુબઇમાં રમાનારી આ મેચ પર બંને દેશોના ક્રિકેટ પ્રેમીઓની સાથે સાથે પૂર્વ ખેલાડીઓની પણ નજર રહેશે. બંને દેશો વચ્ચે રમાયેલી વનડે મેચોના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો મેચો ખુબ રોચક રહી છે. બંને દેશો વચ્ચે છેલ્લે ઓવલમાં ચેમ્પિયન્સ ટ્રોફીના ભાગરૂપે મેચ રમાઇ હતી. જેમાં અપસેટ સર્જીને પાકિસ્તાને ભારત પર ૧૮૦ રને જીત મેળવી હતી. પાકિસ્તાનની વનડે ક્રિકેટના ઇતિહાસમાં ભારત સામે આ સૌથી મોટા અંતરથી પણ જીત હતી. ભારત આવતીકાલે આ હારનો બદલો લેવા માટે પણ તૈયાર છે. મેચનુ સાંજે ૫-૩૦ વાગ્યાથી પ્રસારણ કરવામાં આવનાર છે. એશિયા કપમાં આવતીકાલે ઐતિહાસિક મેદાન પર આ મેચ રમાનાર છે. હાઉસફુલના શો વચ્ચે આ મેચ રમાનાર છે. આ મેચમાં શાનદાર દેખાવ કરનાર ખેલાડીની રાતોરાત અનેક ગણી લોકપ્રિયતા વધી જશે. સાથે સાથે તેને ઘણા સમય સુધી યાદ રાખવામાં આવનાર છે. સોશિયલ મિડિયા પર પણ જંગનો માહોલ રહેનાર છે. ભારત અને પાકિસ્તાન બન્ને પર મેચ જીત માટે જારદાર દબાણ રહેલુ છે. આવી સ્થિતીમાં જે ટીમ ટેન્શનને દુર કરીને મેદાનમાં ઉતરશે તે ટીમ જ વિજેતા બનશે. બન્ને દેશો દ્ધિપક્ષીય સંબંધો સારા નહી હોવાના કારણે વર્ષોથી એકબીજા સામે દ્ધિપક્ષીય શ્રેણી રમતા નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં આમને સામને આવે છે. લાંબા ગાળા બાદ બન્ને ટીમો વચ્ચે મેચો યોજાતી રહે છે જેથી કરોડો ચાહકોમાં ભારત અને પાકિસ્તાનની મેચને લઇને રોમાંચ રહે છે. દુબઇના મેદાનમાં હાઉસફુલની સ્થિતી રહેશે. સાથે સાથે કરોડો ક્રિકેટ ચાહકો દુનિયાભરમાં આ મેચને ટીવી પર જીવંત નિહાળવા માટે પણ તૈયાર છે. જા કોઇ અડચણો નહી બને તો રોમાંચક મેચ રમાશે. બંન્ને ટીમોના તમામ ખેલાડીને પણ સ્ટાર બનવાની તક રહેલી છે. ઇંગ્લેન્ડના લાંબા પ્રવાસ બાદ નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તેની જગ્યાએ રોહિત શર્માને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સરફરાજ અહેમદના નેતૃત્વમાં પાકિસ્તાનની ટીમમાં પણ કેટલાક સ્ટાર અને આશાસ્પદ નવા ખેલાડી છે. સરફરાજના નેતૃત્વમાં પાકિસ્તાને છેલ્લી મેચમાં ભારત સામે જીત મેળવી હતી. જેથી પાકિસ્તાનના ખેલાડીઓનો નૈતિક જુસ્સો પણ આસમાને છે. ભારતીય ટીમ વર્તમાન ચેમ્પિયન તરીકે છે. એશિયા કપ ૨૦૧૮ની ફાઈનલ મેચ દુબઈમાં રમાશે. ભારતીય ટીમ વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ૨૦૧૬માં ભારતે ફાઈનલમાં બાંગ્લાદેશને હાર આપીને મેચ જીતી લીધી હતી. જાકે ૨૦૧૬ની એડિશનમાં ટી-૨૦ ફોર્મેટનું આયોજન કરવામાં આવ્યું હતું. એશિયા કપ ૨૦૧૮ આ વખતે ૫૦ ઓવરની ફોર્મેટમાં છે. એશિયા કપમાં ભારતની સાથે સાથે અફઘાનિસ્તાન, શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો પર મેદાનમાં ઉતરનાર છે. ભારત ૧૯મી સપ્ટેમ્બરના દિવસે પોતાની ગ્રુપ-એની મેચમાં દુબઈમાં પાકિસ્તાન સામે રમશે. આ મેચ સૌથી હાઈપ્રોફાઈલ બની રહે તેવી શક્યતા છે. આ મેચને લઈને પહેલાથી જ ક્રિકેટ ચાહકો રાહત જાઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો હંમેશા ખૂબ જ રોચક રહી છે.ભારતીય ટીમ આ ટ્રોફીને જાળવી રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી છેલ્લે ૨૦૧૭માં રમાઈ હતી. જેમાં પાકસ્તાન ચેમ્પિયન રહ્યુ હતુ. તે પહેલા ૨૦૧૩માં ભારતે ટ્રોફી જીતવામાં સફળતા મેળવી હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


