ઇસ્લામાબાદ,તા.૧૨
પાકિસ્તાનના ગૃહમંત્રી એજાજ અહમદ શાહે પોતાના દેશમાં આતંકી સંગઠનોની હાજરી કબૂલ કરી. એક મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે એ પણ સ્વીકાર કર્યો કે કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનનો વિશ્વાસ દુનિયા કરી રહી નથી અને વિશ્વમાં પાકિસ્તાનની છબી બિન-જવાબદાર રાષ્ટ્ર તરીકેની બની ગઇ છે. ખાને કહ્યું કે ઇમરાન ખાનની સરકારમાં પ્રતિબંધિત આતંકી સંગઠનો પર કાર્યવાહી કરાઇ રહી છે.
પાકિસ્તાનના ગૃહમંત્રીએ પાકિસ્તાનમાં હાજર આતંકી સંગઠનોની હાજરી પર સ્વીકાર કર્યો કે પાકિસ્તાનમાં તેમની ઉપસ્થિતિ છે. આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા એમના પર પ્રતિબંધ લગાવાના નિર્ણય પર તેમણે સ્વીકાર કર્યો કે આ એ જ આતંકી સંગઠન છે જેમણે અફઘાનિસ્તાન યુદ્ધ અને કાશ્મીરમાં અશાંતિ ફેલાવામાં પણ ભાગ લીધો. એક મહિના પહેલાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ કહ્યું હતું કે ૩૦૦૦૦થી ૪૦૦૦૦ આતંકીઓની ટ્રેનિંગ પાકિસ્તાનમાં થઇ. આ એ જ આતંકી છે જેમણે અફઘાનિસ્તાન અને કાશ્મીરમાં સંઘર્ષમાં ભાગ લીધો હતો. ગૃહમંત્રીએ જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર પર સરકારના સ્ટેન્ડ પર તેમણે કોઇ જવાબ આપ્યો નથી.
ઇમરાન ખાનના મંત્રી એ સ્વીકાર કર્યો કે પાકિસ્તાનની લાખ કોશિષો છતાંય દુનિયા હિન્દુસ્તાનનો જ વિશ્વાસ કરી રહી છે. તેમણે કહ્યું કે કાશ્મીર પર અમે કહી રહ્યા છીએ કે ત્યાં કર્ફ્યૂ લગાવ્યો છે, ત્યાંના લોકોને દવાઓ મળી રહી નથી. લોકો મરી રહ્યા છે પરંતુ દુનિયા અમારા પર વિશ્વાસ કરી રહી નથી. દુનિયા હિન્દુસ્તાન પર વિશ્વાસ કરી રહી છે, જ્યારે અમે સાચું બોલી રહ્યા છીએ. આ (પક્ષમાં આંતરરાષ્ટ્રીય માહોલ) એક દિવસમાં બનતું નથી તેના માટે વર્ષો લાગી જાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


