ઈમરાન ખાને ટાગોરના સુવિચારને ખલીલ જિબ્રાનનો ગણાવતા ટ્રોલ થયા

0
14

ઇસ્લામાબાદ,તા.૨૦
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારતીય કવિ અને નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરનો એક પ્રસિદ્ધ કોટ(સુવિચાર)નો શ્રેય ખોટી રીતે લેબનન-એમિરીકી કવિ ખલીલ જિબ્રાનને આપતા ટ્રોલ થયા છે. લોકોએ તેમને અન્ય કોઈએ મોકલેલા સંદેશાઓ સોશિયલ મીડિયા પર વિચાર્યા વગર શેર નહીં કરવાની સલાહ પણ આપી હતી.
ઇમરાન ખાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક સુવિચાર શેર કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, હું ઊંઘી ગયો અને સ્વપ્ન જોયું કે જીવન ખૂશી છે. હું જાગ્યો અને જોયું કે જીવન સેવા છે. મેં સેવા કરી અને જાણ્યું કે સેવા જ ખૂશી હતી. તેમણે આ લાઇનની ક્રેડિટ ખલીલ જિબ્રાનને આપી. જેને પગલે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ ગયા હતા.
ઇમરાન ખાનને પોતાની ભૂલ સમજાઇ નહીં હોય પરંતુ ટ્વીટ જોઇને લોકોએ તેમની ભૂલ પકડી લીધી હતી અને તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક લોકોએ કોમેન્ટ કરી જણાવ્યું કે, આ લાઇન રવિન્દ્રનાથ ટાગોરની છે. કેટલાક યુઝર્સે પાકિસ્તાનના વડાપ્રધાનને સલાહ આપી હતી કે તેઓ ફોરવર્ડ કરતા પહેલા એક વખત ચેક કરી લે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY