અમે કેરળ પૂર પ્રભાવિત લોકો માટે પ્રાર્થના કરીશુ : પાકિસ્તાન પીએમ

0
85

ઈમરાન ખાને ભારત તરફ લંબાવ્યો મદદનો હાથ
ઈસ્લામાબાદ,તા.૨૪
પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઈમરાન ખાન ભારતને મદદ કરવા આગળ આવ્યા છે. ઈમરાને કેરળમાં આવેલા પૂરની સ્થિતી ને જાઈને માનવીય મદદની જાહેરાત કરી છે. ભારત-પાકિસ્તાનના બગડેલા સંબંધો વચ્ચે આ પગલાને એક સકારાત્મક રૂપમા જોવામાં આવી રહ્યું છે.
ઈમરાને ગુરુવારે ટ્વીટ કરતા કહ્યું કે પાકિસ્તાનની જનતા તરફથી અમે કેરળ પૂર પ્રભાવિત લોકો માટે પ્રાર્થના કરીશું. તેમણે એ પણ જણાવ્યુ કે તેઓ કોઈ પણ પ્રકારની માનવીય મદદ કરવા માટે તૈયાર છે, જેની જરુર પડી શકે છે.
ઉલ્લેખનીય છેકે પઠાનકોટ અને ઉરીમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તકરાર ઉભી થઇ છે. ત્યાં પૂર્વ નૌસેનિક કૂલભૂષણ જાધવ પર લાગેલા જાસૂસીનો આરોપથી પાકિસ્તાન દ્વારા સંભળાવવામા આવેલા ફાંસીની સજાના કારણે સંબંધો વધારે તનાવપૂર્ણ બની રહ્યાં છે.
પાકિસ્તાનની નવી સરકારે ભલે કેરળની ત્રાસદીને લઈને મદદની ઓફર કરી હોય, પરંતુ કુલભૂષણ જાધવ મામલે ઈમરાન સરકારની તરફેણ ગત સરકાર જેવી જ છે. પાકિસ્તાનના નવા વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ ગુરુવારે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે ઈંટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ (ICJ)નો નિર્ણય તેમની તરફેણમાં જ હશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY