પોલીસ સાથે ગેરવર્તણૂક : શિવરાજસિંહ ચૌહાનનો સાળો છું ચલાન કેમ કાપે છે

0
8

ભોપાલ,તા.૨૪
ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકો દંડથી બચવા માટે ભલામણો લગાવાની કોશિશો કરતા હોય છે. પરંતુ ગુરુવારે મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં એક વ્યક્તિએ જ્યારે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો અને તેને પોલીસે પકડયો. ત્યારે આ વ્યક્તિએ ખુદને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાન તેમના સાળા હોવાની ધોંસ બતાવીને કથિતપણે અશોભનીય વ્યવહાર કર્યો હતો.
આ વ્યક્તિએ શિવરાજસિંહ ચૌહાન તેમના સાળા હોવાને કારણે તેમનું ચાલન નહીં કરવાની વાત પણ કહી હતી. આ વ્યક્તિ જ નહીં. પણ તેની પત્ની પણ પોલીસકર્મીઓને સતત કહેતી રહી હતી કે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાન તેમના સંબંધી છે.
આ બોલાચાલી દરમિયાન પતિ-પત્ની ફોન કરતા પણ જોવા મળ્યા હતા. જ્યારે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાનને આના સંદર્ભે સવાલ કરવામાં આવ્યો. તો તેમણે કહ્યું કે કાયદો કાયદાનું કામ કરશે. મધ્યપ્રદેશમાં તેમની અનેક બહેનો છે અને તેઓ ઘણાં લોકોના સાળા છે. પરંતુ આ મામલામાં કાયદો કાયદાનું કામ કરશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY