વિદેશમાં નોકરીની લાલચ આપી શિક્ષિકા પાસેથી રૂ. ૬૧.૯૦ લાખ પડાવ્યા

0
7

પાલનપુર,તા.૨૨
પાલનપુરની ન્યૂ એલ.પી. સવાણી રોડ પર રહેતા વર્ષાબેન અજયભાઈ ગુલવાની એજ્યુકેશન કન્સલ્ટન્સી નામના ક્લાસિસમાં નોકરી કરે છે. તેમણે મેહુલ વિનોદરાય રોજીવાડિયા (રહે. હરિધામ સોસા., વરાછા), મિલાપ પ્રવીણ મેંદપરા (શાંતિનગર સોસા., કામરેજ), જસ્નૂરબેન રાહપલ સન્ધુ (રહે. સાંઈન ઓવરસીસ, ન્યૂ સન્ની એક્નલેવ, મોહાલી, પંજાબ) અને રાજેશકુમાર ઉર્ફે રાજ (રહે. પીપલીવાલા ટાઉન, ચંદીગઢ, પંજાબ) વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
વર્ષાબેનની ફરિયાદ મુજબ તેઓ અગાઉ ઘોડદોડ રોડ પર વેસ્ટફિલ્ડ શોપિંગ કોમ્પ્લેક્સમાં ઓવરસિસ એજ્યુકેશન નામથી ક્લાસિસ ચલાવતા હતા. જેમાં આવતા વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની ઇચ્છા હોય જરૂરી માહિતી માટે આઈ.ઈ.એલ.ટી.એસ.ના ચલાવતા હતા.
જોકે, છેલ્લા ચાર પાંચ મહિના પહેલા જે બંધ કર્યા છે. વેસ્ટફિલ્ડ શોપિંગ કોમ્પ્લેક્સમાં મિ. એન્ડ એડવાઈઝર મી.આઈ. હેલ્પ યુ નામથી મેહુલ અને મિલાપ વિદ્યાર્થીઓને ફોરેનમાં વર્ક વિઝા તેમજ સ્ટુડન્ટ વિઝા અને જોબ અપાવાવનું કામ કરતા હોય એક વર્ષ પહેલા તેમનો સંપર્ક થયો હતો.
ત્યારબાદ રૂપિયા ૫.૫૦ લાખ આપી બે વિદ્યાર્થીને વિદેશ મોકલાયા હતા. જેને લીધે વિશ્વાસ આવતા તેમણે જસ્નૂર અને રાજેશકુમાર સાથે સંપર્ક કરાવ્યો હતો. જસ્નૂરે, ‘મારી એમ્બેસીમાં લાગવગ છે, જેથી વિદ્યાર્થીઓના બાયોડેટા અને લાગવગ મુજબ ફોરેનમાં જોબ અપાવી શકાય અને તે પ્રમાણેની ફી નક્કી કરી શકાય’ તેમ કહી ૨૦ ટકા કમિશન આપવાની વાત કરી હતી. ત્યારબાદ ૧૫ વિદ્યાર્થીના રૂપિયા ૫૬.૪૦ લાખ તેમના બેંક એકાઉન્ટમાં જમા કરાયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY