પંચમહાલ,તા.૨૮
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાની રેફરલ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં હડકવાની રસી ન મળતા બાળક સહિત બે લોકોના મોત નીપજ્યા છે.
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ડાંગરીયા ગામમાં ૨ ઓગષ્ટના રોજ ૭ લોકોને કૂતરું કરડયા બાદ મોરવા હડફ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હડકવાની રસીનો પૂરતી રસી ન મળતા આજે યુવરાજ મુકુનભાઇ બારીયા(૭) અને શારદાબેન ભાવસિંગ બારીયાનું મોત નીપજ્યું હતું.
ડાંગરીયા ગામના બે લોકોના મોતથી સમગ્ર ગામમાં માતમ છવાઇ ગયો હતો. અને સાથે જ પૂરતા પ્રમાણમાં રસી ન મળતા બંનેના મોત થયા હોવાથી લોકોમાં હોસ્પિટલ તંત્ર સામે રોષ પણ વ્યાપી ગયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


