મતદાન સંદર્ભે આવતીકાલે જાહેર રજા
વ્યારા, તા.૨૨
૨૩-બારડોલી સંસદીય બેઠકમાં સમાવિષ્ઠ સાતે સાત વિધાનસભા મતવિભાગ યોજાનાર મતદાનની સમાગ્રી મોકલવા તેમજ ઇ.વી.એમ/વીવીપેટ પરત લેવા માટે વિધાનસભા મતદાર વિભાગ પ્રમાણે ડિસ્પેચીંગ એન્ડ રિસીવીંગ સેન્ટરો નિયત કરાયા છે. ૧૫૬-માંગરોળ વિધાનસભા બેઠક માટે એસ.પી મદરેસા હાઇસ્કૂલ માંગરોળ, ૧૫૭-માંડવી માટે બી.બી.અવિચલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, માંડવી, ૧૫૮-કામરેજ વિધાનસભા માટે આર્ટસ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ, ખોલવડ, ૧૬૯-બારડોલી વિધાનસભા બેઠક માટે ગંગાધરા હાઇસ્કૂલ, ગંગાધરા, ૧૭૦-મહુવા બેઠક માટે સરકારી વિનયન કોલેજ, કાછલ, ૧૭૧-વ્યારા વિધાનસભા બેઠક માટે શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટસ એન્ડ શ્રી જે.કે.શાહ એન્ડ શ્રી કે.ડી.શાહ કોમર્સ કોલેજ વ્યારા અને ૧૭૨- નિઝર વિધાનસભા મતવિભાગ માટે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ નિયત કરવામાં આવી છે.
આ ઉપરાંત ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ આચાર સંહિતા ભંગની મળતી ફરિયાદોનો નિકાલ, મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ઇ.વી.એમ/વીવીપેટનું નિદર્શન, રેલીઓ, શેરી નાટકો તથા ગ્રામ પંચાયતો, સરકારી કચેરીઓ, દુધ મંડળીઓ તથા અન્ય જાહેર સ્થળોએ પોસ્ટર્સ-બેનર્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. દિદ્યાંગ મતદારો માટે બ્રેઇલ લીપીમાં તૈયાર કરવામાં આવેલ મતદાર કાપલી તથા બ્રેઇલ મતદાર ફોટો ઓળખકાર્ડ તેમજ બ્રેઇલ લીપીમાં વોટર ગાઇડનું વિતરણ, ચૂંટણી કામગરી સાથે સંકળાયેલ અધિકારી/કર્મચારીઓને ૧૧૪૭૫ પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરવામાં આવેલ છે. તેમજ પોસ્ટલ બેલેટથી ૧૪૪૬ અધિકારી/કર્મચારીઓનું મતદાન કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મતદાનના દિવસે ચૂંટણીમાં મતદાન કરવાના હેતુસર રજા જાહેર કરવામાં આવી હોવાનું ચૂંટણી અધિકારી તરફથી જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



