રાજપીપળા પાલિકા પ્રમુખ ની સૂચના થી પાણીપુરી અને ખાણીપીણીની લારીઓ પર કડક ચેકીંગ

0
125

રાજપીપળા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ના થાય તે માાટે પાલિકા પ્રમુખનું સાવચેતી રૂપી પગલું

રાજપીપળા પાલિકા ની ટીમોએ પાણીપુરી અને ખાણીપીણી ની લારી વાળાઓને સ્વછતા રાખવા કડક સૂચના આપી,અમુક લારીઓની બગડેલી વસ્તુનો નાસ કરી,દંડ વસુલ કરાયો
રાજપીપળા: ગુજરાતીઓને લારી-ખુમચા પર વેચાતી પાણીપુરી અને ચટાકેદાર વાનગીઓ ખાવાનો ઘણો શોખ હોય છે પરંતુ હાલ ચાલતી ચોમાસા ની ઋતુ પર મેઘરાજા ની બ્રેક લાગતા ડાયેરિયા કે કોલેરા જેવા પાણીજન્ય રોગ ફાટી ન નીકળે અને પાણીપુરી સહિતની વસ્તુ ના શોખીન લોકો ના સ્વાથ્ય ન બગડે એ બાબતની પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટ દ્વારા ખાસ તકેદારી રાખવા પાલિકા ની ટિમો ને આકસ્મિક ચેકીંગ કરવાની અને જો કોઈ બગડેલી કે વાસી ખાદ્ય સામગ્રી જણાય તો તેનો તાત્કાલિક નાસ કરી વેચનાર પાસે દંડ વસૂલવા કડક સૂચના આપવા આવી હતી સાથે સાથે લારીઓ ની આસપાસ ગંદકી ન કરી સ્વછતા રાખવા અને આર ઓ પાણી નો ઉપયોગ કરવા તેમજ હાથ માં ગ્લોવ્ઝ પહેરવા ખાસ સૂચના અપાઈ હતી ત્યારે આ ચેકીંગ માં પાલિકા ના ચીફ ઓફિસર હેમેન્દ્ર શાહ ની સૂચના મુજબ પાલિકા ટીમમાં હેમરાજસિંહ રાઠોડ હેમેન્દ્ર માત્રોજા જગદીશ સોલંકી સહિતના કર્મચારીઓ એ ચેકીંગ કર્યું હતું .

બૉક્ષ: ત્યારે આ મામલે પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટે જણાવ્યુ હતું કે ખાસ રાજપીપળાની શાળાઓ ના વિદ્યાર્થીઓ અને આમ લોકો ચટાકેદાર પાણીપુરી ના શોખીન હોઈ છે તો તેમના સ્વાથ્ય ની ખાસ કાળજી બાબતે આ ચેકીંગ કરાયું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY