મુંબઇ: પાલિકા પ્રશાસનના જણાવ્યા મુજબ દર વર્ષે જુદા જુદા 11,000 મંડળોની ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે, પરંતુ એમાંના માત્ર 15 ટકા જ પંડાલ બાંધવા માટે પાલિકાની મંજૂરી લે છે. પાલિકાએ હાલમાં બધા રજિસ્ટર્ડ મંડળોને પરિપત્ર મોકલ્યા છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે પંડાલ અને મંડપ બાંધવા માટેની મંજૂરી તહેવારના દસ દિવસ પહેલાં જ આપવામાં આવશે. મંડળો દ્વિધામાં છે, કારણ કે ઘણા મંડળોએ અત્યારથી જ પંડાલ બાંધી દીધા છે.
જારી કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે પંડાલ બાંધવા માટેની મંજૂરી લેવા માગતા મંડળોએ એક મહિના પહેલાં પાલિકામાં અરજી કરવી પડશે અને પાલિકા તહેવારના દસ દિવસ પહેલાં જ મંજૂરી આપશે.
કેટલાક મંડળોએ પંડાલ બાંધી દીધા છે અને 60થી 70 ટકા ડેકોરેશન પણ કરી દીધુ છે. હાઇ કોર્ટના આદેશનું ધ્યાન રાખીને જાહેર જનતાને અગવડ ના થાય એ રીતે પંડાલ બાંધવામાં આવ્યા છે, પરંતુ પાલિકાએ એક મહિનો પહેલા પંડાલ બાંધવાની મંજૂરી આપવી જોઇએ, એમ મંડળોના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું.
કમલા મિલની આગની દુર્ઘટના બાદ પ્રથમ વાર પંડાલ માટે ફાયર સેફ્ટીની જરૂરિયાત પણ પંડાલ માટે આવશ્યક ગણવામાં આવી છે જેને પંડાલ બાંધતા પહેલાં અને સેટ ડિઝાઇન કરતા પહેલાં અનુસરવી પડશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


