સાગબારા તાલુકાના સેલંબા ગામે એકજ કોમના બે જૂથો વચ્ચે બબાલ
રાજપીપળા:સાગબારા તાલુકાના સેલંબા ગામે એકજ કોમના બે જૂથો વચ્ચે નજીવી બાબતે બબાલ થતા સાત વિરુદ્ધ ફરિયાદ થઈ હતી
પ્રાપ્ત માહિતી અનુસાર સેલંબામાં રહેતા ફરિયાદી અબ્દુલસમદ સાહુ મકરાણી એ આપેલી ફરિયાદ મુજબ હાલ રમઝાન મહિનો ચાલતો હોય બે દિવસ પેહલા જાહેરમાં પાણીપુરી ખાવા બાબતે સાહેદ બાદશાહ ઉસ્માન મન્સૂરી ને ઠપકો આપતા સાહેદ ફરિયાદીના દીકરા ફેઝલ સાથે ઝગડો કર્યો હતો એ માટે ફરિયાદી તથા સહેદોએ તેમને ઠપકો આપવા જતા એ બાબતેની રીસ રાખી આરોપીઓ પૈકી ઇન્સાફ ઇબ્રાહિમ ખાટિક,વસીમ ઇબ્રાહિમ ખાટિક,મહંમદ રજાક ખાટિક,રજાક ઈશા ખાટિક,ઇમરાન પીરમહંમદ ખાટિક,રિઝવાન પીરમહંમદ ખાટિક અને રિયાજ પીરમહંમદ ખાટિક એ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાનો મામૂલી ઝઘડો પાર પાડવા ગાળાગાળી કરી ટામી અને ડંડા બડે માર મારી ઇજા કરતા અબ્દુલ સાજીદ વચ્ચે છોડાવવા પડતા એને પણ ઠીકકા પાટુનો માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપતા આ બાબતે સાગબારા પોલીસ સ્ટેશને સાત આરોપીયો વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા તપાસ હાથ ધરી છે તપાસ પી એસ આઈ વાય એસ સિરસાઠ કરી રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





