અમદાવાદ થી પોઇચા ફરવા આવેલા પટેલ પરિવાર ના પુત્ર નું નર્મદા માં ડૂબી જતા મોત

0
380

અમદાવાદ હીરાવાડી ની વંદના પાર્ક -2 માં રહેતા જયેશ પરસોત્ત પટેલ નું પોઇચા નર્મદા નદી માં ડૂબી જતા મોત થતા પરિવાર માં ગમગીની 

રાજપીપળા: નર્મદા જિલ્લા ના અનેક સ્થળો એ પ્રવાસીયો ફરવા કે બાધા પુરી કરવા આવતા હોય છે ત્યારે ગતરોજ ગુરુવારે અમદાવાદ ની વંદનપાર્ક વિભાગ -2 ના રૂમ નં.બી- 61 માં રહેતા જયેશ પરસોત્તમભાઈ પટેલ (35) પરિવાર સાથે પોઇચા ખાતે આવ્યા હોય એ પોઇચા ની નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને ત્યાં ઊંડા પાણીમાં ગરકાવ થતા અમને બુમાબુમ કરતા સ્થાનિક લોકો એ એમને પાણીમાંથી બહાર કાઢ્યા અને 108 દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે લાવ્યા પરંતુ ફરજ પર ના તબીબે એમને મૃત જાહેર કરતા રાજપીપળા પોલીસે અ.મોત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY