વાગરા તાલુકામાં પશુપાલન તાલીમ અને પશુ વંધ્‍યત્‍વ નિવારણ શિબીર યોજાઇ  

0
27

૬૩ પશુઓનું વંધ્‍યત્‍વ નિદાન કરી યોગ્‍ય સારવાર અપાઇ,૧૨૭ લાભાર્થીઓને તાલીમ અપાઇ 

ભરૂચ: અદાણી ફાઉન્‍ડેશન – દહેજ પુરૂસ્‍કૃત અને બાયફ – વડોદરા સંચાલિત ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં પશુ સંર્વધન કેન્‍દ્ર – દહેજ દ્વારા પશુ વંધ્‍યત્‍વ નિવારણ શિબીર અને પશુપાલન તાલીમનું આયોજન તારીખ ૨૨ થી ૨૭ નવેમ્‍બર-૨૦૧૮ દરમ્‍યાન સુવા, લુવારા, રહિયાદ અને અંભેટા ગામમાં કુલ – ૬૩ પશુઓનું વંધ્‍યત્‍વ નિદાન કરીને યોગ્‍ય સારવાર આપેલ તથા ૧૨૭ લાભાર્થીઓને તાલીમ આપી શાષાીય પધ્‍ધતિથી કેવી રીતે પશુ પોષણ કરી શકાય જેનાથી વધુ દૂધ ઉત્‍પાદન મેળવીને પશુ પાલકોની આવકમાં વધારો થાય તે બાબતે તજજ્ઞ દ્વારા સલાહ સુચનો આપવામાં આવી. આ શિબીરમાં વેતરમા ન આવતાં, વારંવાર ઉથલા મારતાં તથા ગર્ભાશયનો અન્‍ય વિકારથી ગ્રસ્‍ત પશુઓનું નિદાન સારવારથી પશુપાલકોને સંતોષ થયો. આ સાથે કાર્યક્રમ વાછરડી/પાડી ઉછેર, કૃમિનાકશ દવા વિતરણ, વર્મીકંમ્‍પોષ્‍ટ, કિચન ગાર્ડન, કંમ્‍પોષ્‍ટ પીટ, શૈક્ષણિક પ્રવાસ, કેટલ-શેડ, ઘાસચારા જેવી વિકાસની કામગીરી કરવામાં આવે છે.

આ શિબીરમાં ડૉ. ધનંજય શિનકર, બાયફ તથા અદાણી સ્‍ટાફ સાથે મળી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો એમ અદાણી ફાઉન્‍ડેશન – દહેજ ધ્‍વારા એક યાદીમાં જણાવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY