બિહારમાં જૂના સચિવાલય બિલ્ડિંગને જપ્ત કરી હરાજી કરવા પટના હાઇકોર્ટનો આદેશ

0
21

પટના,તા.૨૦
પટણાની એક કોર્ટે બાકી પડતા ૬૬૫ કરોડ રૂપિયા ચુકવવાના મામલામાં જુના સચિવાલય બિલ્ડિંગને જપ્ત કરીને તેની હરાજી કરવાનો આદેશ આપ્યો છે.
મહત્વની વાત એ છે કે, આ સુકંલમાં સીએમ નીતિશ કુમાર સહિત સંખ્યાબંધ ટોચના અધિકારીઓ અને મંત્રીઓની ઓફિસો આવેલી છે. બિહાર રાજ્ય ભૂમિ વિકાસ બેંક સમિતિને બિહાર સરકાર પાસેથી ૬૬૫ કરોડ રૂપિયા લેવાના નિકળે છે અને આ મામલામાં અદાલતે આપેલા ઉપરોક્ત આદેશ બાદ વહિવટીતંત્ર દોડતુ થઈ ગયુ છે.
અહેવાલ પ્રમાણે કોર્ટે જે બિલ્ડિંગોને લઈને આદેશ આપેલો છે તેમાં સરકારના મંત્રીઓ ઉપરાંત આઈએએસ અધિકારીઓની પણ ઓફિસો આવેલી છે. સરકારે લોકોને જે સબસિડી આપી તે પેટેની રકમ બેંકને ચુકવવની બાકી હતી. જે રકમ હજી સુધી સરકારે નહી ચુકવતા બેંકે કોર્ટમાં સરકાર સામે દાવો દાખલ કર્યો હતો.
જોકે, મુખ્ય સચિવે કોર્ટ પાસે એક સપ્તાહનો સમય માંગ્યા બાદ સચિવાલય જપ્ત કરવાની કામગીરી કોર્ટે હાલ પુરતી ટાળી દીધી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY