જેસરમાં દીપડાનો આતંક : પાંચ વર્ષીય બાળકને ફાડી ખાદ્યો

0
34

ભાવનગર,તા.૭
ભાવનગર જિલ્લાના જેસરમાં દીપડાએ કાળો કેર વર્તાવ્યો છે. અહીં દીપડાએ એક ૫ વર્ષીય બાળકને ફાડી ખાતા ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનામાં એવું જાણવા મળે છે કે બાળક પોતાના પરિવાર સાથે બહાર સૂતો હતો. હાલ વિસ્તારોના લોકોમાં ભયનો માહોલ જાવા મળી રહ્યો છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ભાવનગર જિલ્લાના જેસર ગામે રહેતા કનુભાઇ રાઘુભાઇ બારૈયાનો પરિવાર સોમવારે રાત્રે ઘરની બહાર સૂતો હતો. ત્યારે મોડી રાત્રે દીપડો ગામમાં ઘૂસી આવ્યો હતો. ઘરની ખુલ્લામાં સૂતેલા કનુભાઇના ચાર વર્ષના પુત્ર નયનને ઉપાડી ગયો હતો.
ઘટનાની જાણ થતા પરિવારે નયનની શોધખોળ કરતા તેનો મૃતદેહ ગામ બહાર મળી આવ્યો હતો. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને દીપડાને પાંજરે પૂરવા કાર્યવાહી હાથ ધરી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY