બે પત્નીઓ સાથે રહેતા શિક્ષકે ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યુ

0
33

રાજકોટ,તા.૭
શહેરના રજપૂતપરામાં આવેલી હોટેલમાં એક શિક્ષકે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ શિક્ષક બે પત્નીઓ સાથે રહેતો હતો. જેમાં પ્રથમ પત્ની સાથે સમજૂતીથી છૂટા થયા બાદ તેણે બીજા લગ્ન કર્યા હતા. જા કે બંને પત્ની એક જ મકાનમાં રહેતી હતી. અવારનવાર બંને પત્નીઓ વચ્ચે તકરાર થતી હતી. આથી કંટાળેલા શિક્ષકે પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.
જેતપુર ખાતે વેકરિયાનગરમાં રહેતા ૩૦ વર્ષીય ધર્મેશભાઈ હસમુખભાઈ વડોદરિયા રજપૂતપરામાં આવેલી સીટી-ઈન હોટેલમાં ઉતર્યા હતા. સોમવારે બપોરે દોઢ વાગ્યે ચેકઆઉટ કરવાનો સમય હોઇ હોટેલ સ્ટાફે બારણું ખાટખટાવ્યું હતુ, પરંતુ દરવાજા ન ખુલતા અજુગતું થયાની શંકાએ હોટેલ સ્ટાફે બાજુના રૂમમાંથી અંદર જઇ તપાસ કરી હતી. જેમાં ધર્મેશભાઈ પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જાવા મળ્યા હતા. જેને પગલે પોલીસને જાણ કરાતા એ-ડિવિઝનનો કાફલો દોડી ગયો હતો.
તપાસ કરનાર અધિકારીએ જણાવ્યા મુજબ, મૃતક ધર્મેશ વડોદરિયા જેતપુરની સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. નેહા નામની યુવતી સાથે તેના પહેલા લગ્ન થયા હતા. જેના થકી એક નાનકડો પુત્ર પણ છે. બાદમાં તેને સાથે સ્કૂલમાં ફરજ બજાવતી સંગીતા નામની યુવતી સાથે પ્રેમ થયો હતો. જેથી પત્ની નેહા સાથે સમજૂતીથી છૂટા થયા બાદ જાન્યુઆરી મહિનામાં સંગીતા સાથે લગ્ન કર્યા હતા.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY