ઉદ્યોગપતિ તથા બેંકના ડિરેકટર સહિત ૧૩ જુગારીઓ ઝડપાયા

0
11

પારડી,તા.૨૧
શ્રાવણ માસમાં જુગાર રમતો હોવાની વ્યાપક ફરિયાદો પારડી તાલુકામાં ઉઠી હતી. જે અંતર્ગત મંગળવારે સાંજે પારડી પોલીસ મથકના પીએસઆઇ એચ સી ઝાલા, સ્ટાફના યુવરાજ, સહદેવ, નરસિંહ, ઉમેષ, હિમાશુ સહિતના પોલીસની ટીમે અરનાલા પારસી ફળીયા તૈમુરભાઈના ઘરે રેડ કરી હતી. બાતમી આધારે કરાયેલી રેડમાં પોલીસને સફળતા મળતાં એક સાથે ૧૪ લોકો જુગાર રમતા ઝડપાયા હતા. જેમાં પારડીની એમઆરઆઈ બોલ કંપનીના સંચાલક ચૈતન્ય કનુભાઈ સોલંકીરહે પારડી કર્મભૂમિ સોસાયટી સ્ટેનશન રોડ વાપીના ટ્રાન્સપોર્ટર અને ઉદ્યોગપતિ હિતેષ ધીરુભાઈ ઠક્કર રહે મોરારજી સર્કલ વાપી તથા ભીલડવાળા બેંકના ડિરેકટર અસ્પિસાવકશા સુઈ રહે પારડી સહિત ૧૩ ઈસમોને રંગે હાથ જુગાર રમતા પોલીસે ઝડપી પાડયા હતા.
પોલીસની રેડ દરમિયાન પોલીસે દાવ પર મૂકેલા અને ઝડપાયેલા જુગરિયાઓની અંગ ઝડતી કરી ૬૫ રોકડા જપ્ત કર્યા હતા આ ઉપરાંત એક ક્રેટ કાર એક ઇક્કો કાર બે બાઇકો અને મોબાઈલો મળી અંદાજે ૧૪ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો હતો.જુગરિયાઓને છોડાવવા પારડીના કેટલાક મોટા ઉદ્યોગપતિઓ અને નેતાઓ પોલીસ મથકે દોડી આવ્યા હતાં જોકે પોલીસે કોઈની પણ સેહ શરમ રાખ્યા વગર જુગરિયા સામે કાર્યવાહી કરી ગુનો નોંધ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY