અમદાવાદ,તા.૧૭
વિશ્વનો સૌથી મોટો ડાન્સ ફેસ્ટિવલ એટલે નવરાત્રિ રાજ્યમાં ઉજવાઇ રહ્યો છે. મોટા શહેરોમાં ઘણી બ્રાન્ડ ગરબાનું આયોજન કરતા હોય છે. અમદાવાદમાં સિંધુભવન પર આવેલા પાર્ટી પ્લોટમાં એક રેડિયો સ્ટેશન વર્ષોથી ગરબા યોજે છે. જેમાં આરજે સ્ટેજ પર ચઢીને ઉભેલા ખેલૈયાઓ તરફ સીડી ફેંકતા નાના છોકરાને સીડી વાગી છે.
જેની ફરિયાદ બાળકના પિતાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ ફરિયાદ જાણીતા આરજે દેવકી, નિષિતા, હર્ષ, ધ્રુમિલ આયુષ સામે નોંધા વી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે વર્ષોથી શહેરમાં આવેલા માહી પાર્ટી પ્લોટમાં એક એફએમ દ્વારા ગરબાનું આયોજન થાય છે. જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા ઘૂમે છે. દર વર્ષે તેઓ નવરાત્રિના આ ઇવેન્ટમાં એક સીડી બહાર પાડે છે અને તે સીડીનું વિતરણ પણ ખેલૈયાઓમાં કરે છે.
આ વિતરણ કરવા માટે તેમના પાંચ જાણીતા આરજે સ્ટેજ પર જાય છે અને તેઓ ત્યાંથી જ તેમને બનાવેલી સીડી લોકોમાં વહેંચવા માટે ફેંકતા હોય છે. સામાન્ય રીતે ખેલૈયાઓ આ ખાસ ક્ષણની રાહ જાતા હોય છે પરંતુ કાલે રાતે સીડી ફેંકતા એક નાના બાળકને વાગી ગયું હતું.
ગરબા સ્થળે પ્રાથમિક સારવારની પણ સુવિધા ન હતી જેથી તેને તાત્કાલિક સંજીવની હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જે પછી બાળકના પિતાએ લોકોની સલામતી ન જાખમાય તે અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



