સરકાર સામે વિરોધનો અવાજ કોર્ટમાં રજૂ કરનાર હું અઢારમો : હાર્દિક પટેલ
અમદાવાદ,તા.૧૯
રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરાયા અત્યારે જેલમાં બંધ છે જેની મુક્તિ માટે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનરોની અમદાવાદના સોલા ખાતે મળી હતી. જાકે, પાટીદારોની મળેલી બેઠકમાં હોબાળો થયો હતો. માનવામાં આવી રહ્યું છે કે પાટીદારો વચ્ચે અંદરો અંદર ડખો થયો હતો. દિનેશ બાંભણિયાને અન્ય એક પાટીદાર કન્વીનર વચ્ચે બોલાચાલી થઇ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું. પાટીદારો વચ્ચે થયેલી બોલાચાલીના પગલે મીટિંગને સમેટી લેવાઇ હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સોલા ખાતેની હોટલમાં સોમવારે પાટીદાર યુવક અલ્પેશ કથિરિયાની જેલમુક્તિ માટે પાટીદાર અનામત આંદોલનના કન્વીનરોની બેઠક મળી હતી. આ બેઠકમાં પાસ કન્વીનર અતુલ પટેલ, દિનેશ બાંભણિયા, નરેન્દ્ર પટેલ ઉપરાંત હાર્દિક પટેલ પણ મિટિંગમાં હાજર રહ્યો હતો. જાકે, દિનેશના બોલાવ્યા છતાં હાર્દિક પટેલ સ્ટેજ ઉપર આગળ આવ્યો નહતો. પાસ કન્વીનરો વચ્ચે અંદરો અંદર હોબાળો થતાં હાર્દિક પટેલ બેઠક છોડીને રવાના થઇ ગયો હતો. સાથે સાથે અન્ય પાસ કન્વીનરો પણ બેઠક છોડીને જતા રહ્યા હતા.
હાર્દિક પટેલના જણાવ્યા પ્રમાણે અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ માટે અમે ટેકો આપીશું. આગામી ૨૨મીએ અલ્પેશની મુદ્દત છે તો જરૂરી નહીં કે ૨૬મીએ રેલી કરીએ. આ ઉપરાંત હાર્દિકે કહ્યું કે હોટલના માલિકે અમને બહાર કાઢ્યા હતા. ૨૬મીએ લ્પેશ માટે મૌન રેલી કઢાશે.
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે કરેલા દમન અને અત્યાચાર બાબતે અત્યાર સુધીમાં મંચ ઉપર ઉપસ્થિત હોય તેવા લોકોએ જુબાની આપી છે. હું અઢારમો વ્યક્તિ છું જે સરકાર સામે પોતાના વિરોધનો અવાજ કોર્ટમાં પણ રજૂ કરશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




