સાઇબરક્રાઇમનો શિકાર બની વધુ એક મહિલા
ભાવનગર,તા.૧૯
ઓનલાઇન ફ્રોડનો અનેક લોકો ભોગ બની રહ્યા છે. ગામડામાં અને નાના ટાઉનમાં રહેતા લોકો પણ આ સાઇબરક્રાઇમથી પરેશાન થઇ ગયા છે. ભાવનગર જિલ્લાનાં તળાજા શહેરનાં એક શિક્ષિકાને આવો જ એક અનુભવ થયો હતો. ઓનલાઇન છેતરપિંડી આચરવાવાળાએ વેરીફિકેશન માટે તેમને ફોન કર્યો હતો. આ પહેલા શિક્ષિકાને નવ હજાર રૂપિયા ઉપડી ગયાનો ખોટો મેસેજ મોકલેલો હતો. એટલું જ નહી. આ એટીએમ હજુ ગઇ કાલે જ આવ્યુ હતું. આમ છતાં છેતરપિંડી આચરનાર પાસે એટીએમના પ્રથમ ચાર આંકડા આવ્યા ક્્યાંથી તે સવાલ ઉભો થયો છે.
છેતરપિડીનો ભોગ બનનાર શિક્ષિકાનાં જણાવ્યા અનુસાર, તેમનું તળાજા એસ.બી.આઈ બ્રાંચમાં ખાતું હોય નવું એટીએમ કાર્ડ આવેલ હતું. કાર્ડ ચાલુ છે કે કેમ તે ચેક કરવા માટે એસ.બી.આઈ બેન્કના એટીએમ ખાતે ગયેલા હતા.
આ પછી તેમના પર ફોન આવેલો હતો. જેમાં હિંદી ભાષામાં પહેલા પુરુષ અને બાદમાં મહિલાએ વાત કરી હતી. જેમાં શિક્ષિકાના એટીએમના ચાર આંકડા જણાવેલા અને બાકીના આંકડાના વેરી ફિકેશન અને પાનકાર્ડ સાથે લિંક કરવા માટેની પ્રોસીઝર હોવાનું કહ્યું હતું.
શિક્ષિકાએ ફોન કરનારને જણાવ્યું કે, તેઓ બેન્ક પર જઈ આ વિગતો આપશે તેમ કહેતા છેતરપિંડી આચરનારે શિક્ષિકાના ખાતામાંથી રૂપિયા નવહજાર ઉપાડી લેવામાં આવ્યા છે.
આજ ક્ષણે શિક્ષિકાને પોતાની સાથે છેતરપિડી થઈ રહી હોવાનું અને ખાતામાંથી રૂપિયા ફટાફટ ઓછા થતાનું ધ્યાનમાં આવતા, તાત્કાલિક એટીએમ બન્ધ કરવી દેતા ચીટર ૨૭૦૦૦ રૂપિયાઉપાડી શક્્યો હતો. બાકી ની બેલેન્સ બચી ગઈ હતી.
શિક્ષિકા દ્વારા પોતાની સાથે જે મોબાઈલ નંબર પરથી છેતરપિડી આચરવામાં આવી તે નંબર નમ્બર લગાવી ટ› કોલરમાં જાતા તેમાં એ નંબર બેન્ક એટીએમ સર્વિસ સેન્ટરના નામે બતાવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





