પાટણ,તા.૮
જિલ્લામાં યોજાયેલા ભાજપનાં ક્લસ્ટર સંમેલનમાં અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં છે. જે સંમેલનમાં રાજીનામું આપી ચુકેલા આશા પટેલ પણ હાજર રહ્યા હતા અને ભાજપનો ખેસ ધારણ કરી કેસરીયા રંગમાં રંગાયા છે. આ સંમેલનમાં હાજર રહેલ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ નિવેદન આપી જણાવ્યું કે,
ભાજપનાં કાર્યકર્તા સૈનિક બનીને પક્ષ માટે કાર્ય કરી રહ્યા છે. તેમજ આશાબેન અંગે જણાવ્યુ કે, તેમને રાજીનામું આપ્યુ તેમ છતા નઠારા લોકો તેમને પાછા લાવવા માટે મથી રહ્યાં છે. કોંગ્રેસ એ હું, તું અને રતનીયાની રાજનીતિ કરનારો પક્ષ છે. તેઓ હવનમાં હાડકા નાખવાવાળા નિશાચરો છે.
તેઓએ વધુમાં જણાવ્યું કે, જ્યારે ભાજપનાં વિકાસની યાત્રામાં સૌ કોઈએ સધિયારો આપવાનો નિર્ણય કર્યો છે. ભાજપ એટલે શું? તડકો અમે ખાઈને પણ આગેવાનોને છાયડો આપે એટલે ભાજપ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




