આતંકવાદી હુમલામાં બે જવાન ઘાયલ : અન્ય એકનું અપહરણ

0
183

શ્રીનગર,તા. ૨૧
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ગતિવિધિ જારી રહી છે. રજા ઉપર રહેલ જમ્મુ-કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલનું ત્રાસવાદીઓ દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસના અધિકારીઓએ માહિતી આપતા કહ્યું છે કે કોન્સ્ટેબલ સલીમ શાહનું દક્ષિણ કાશ્મીરમાં કુલગામ જિલ્લામાં મુતાલહામા વિસ્તારમાં સ્થત તેમના ઘરમાંથી અપહરણ કરી લેવામાં આવ્યું હતું. અધિકારીઓનું કહેવું છે કે સુરક્ષા દળોએ અપહરણ કરવામાં આવેલા પોલીસ જવાનની શોધખોળ શરૂ કરી દીધી છે. સેના અને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન ઓલઆઉટના પરિણામ સ્વરૂપે ત્રાસવાદીઓ હચમચી ઉઠ્યા છે અને સતત સુરક્ષા જવાનોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. આ પહેલા સોપિયનમાં કચડુરા વિસ્તારના નિવાસી જમ્મુ-કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ જાવેદ હમીદદારનું અપહરણ કરીને હત્યા કરી દેવામાં આવી હતી. તેમનો મૃતદેહ કુલગામના પરિવાન વિસ્તારમાં મળી આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં આ પહેલા ત્રાસવાદીઓ દ્વારા સેનાના જવાન ઔરંગઝેબનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઔરંગઝેબની પણ કરપીણ હત્યા કરવામાં આવી હતી. સેનાની ૪૪ રાષ્ટ્રીય રાયફલ રેજિમેન્ટના જવાન ઔરંગઝેબનો મૃતદેહ પુલવામાના ગુસુ ગામમાં મળી આવ્યો હતો. ઔરંગઝેબ ઈદ મનાવવા મોટ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. દરમિયાન, જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આજે ત્રાસવાદીઓના ગોળીબારમાં કેન્દ્રિય સુરક્ષા દળના બે જવાનો ઘાયલ થયા હતા. ત્રાસવાદીઓના ગોળીબાર બાદ ભારતીય જવાનોએ જડબાતોડ જવાબી કાર્યવાહી કરી હતી. પોલીસનું કહેવું છે કે ત્રાસવાદીઓ બામજુ ગામમાં સીઆરપીએફના જવાનો પર અનંતનાગ-પહેલગામ માર્ગ ઉપર પેટ્રોલીંગ દરમિયાન ગોળીબાર કર્યો હતો. ક્ષેત્રમાં ત્રાસવાદીઓની ધરપકડ કરવા માટે ઓપરેશન તીવ્ર કરવામાં આવ્યું છે. આ પહેલા ગુરૂવારના દિવસે કાશ્મીરના કુપવારા વિસ્તારમાં સેના અને ત્રાસવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. જેમાં સેનાના એક ત્રાસવાદીને ઠાર કરી દેવાયો હતો. ૧૫મી જુલાઈના દિવસે પણ કુપવારામાં સેના અને ત્રાસવાદીઓની ટીમ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. સેનાના આ ઓપરેશન દરમિયાન એક ત્રાસવાદીને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઓપરેશન બાદ કુપવારાના બારામુલા જિલ્લામાં જૈશના ત્રણ ત્રાસવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી

.(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY