પટના,તા.૨૧
આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધના મહાગઠબંધનનું નેતૃત્વ કરવા કાંગ્રેસ શ્રેષ્ઠ રીતે સજ્જ હોવાનું રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે દાયકાઓ જૂના કાંગ્રેસ પક્ષે મોટું હૃદય રાખીને નેતૃ¥વની ભૂમિકા ભજવવી જાઈએ અને પ્રાદેશિક પક્ષોનો સમાવેશ કરવો જાઈએ. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ (એસપી) અને બહુજન સમાજ પક્ષ (બીએસપી)ના જાડાણને પણ તેજસ્વી યાદવે આાવકાર્યું હતું અને ભારપૂર્વક કહ્યું હતું કે આ બંને પક્ષના જાડાણ બાદ અખિલેશ યાદવ અને માયાવતી સાથે તેમણે કરેલી બેઠકને કાંગ્રેસ પર દબાણ આણવાના વ્યૂહ તરીકે જોવામાં ન આવવી જોઈએ.
તેમણે કહ્યું હતું કે કાંગ્રેસ દેશનો સૌથી જૂનો અને હાલ દેશનો બીજા ક્રમાંકનો સૌથી મોટો રાજકીય પક્ષ હોવા ઉપરાંત રાષ્ટ્રીય સ્વીકૃતિ ધરાવતો પક્ષ છે. સમગ્ર દેશમાં તે અસ્તિત્તવ ધરાવે છે. લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના અન્ય તમામ પક્ષોની સરખામણીએ કાંગ્રેસ સૌથી વધુ બેઠક પર વિજય મેળવવાની સ્થિતિમાં છે. વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના મહાગઠબંધનમાં કાંગ્રેસ ૪૪, મમતા બેનરજીના વડપણ હેઠળનો તૃણમૂલ કાંગ્રેસ પક્ષ ૩૪, સમાજવાદી પક્ષ પાંચ અને રાજદ ચાર બેઠક પર વિજય મેળવવામાં સફળ રહ્યા હતા.
તેમણે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં કાંગ્રેસ મહાગઠબંધનની રચના કરવામાં મહ¥વની ભૂમિકા ભજવે અને તેનું નેતૃ¥વ કરે તો તેમાં કશું ખોટું નથી એમ મને લાગી રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



