પેરિસ,તા.૧૯
ફ્રાંસના પ્રખ્યાત ભવિષ્યવેતા નોસ્ત્રાદેમસની ભવિષ્યવાણી માનીએ તો ૨૦૧૯નું વર્ષ તમારા માટે ચિંતાજનક સમાચાર લઈને આવશે. નોસ્ત્રાદેમસની ભવિષ્યવાણી અનુસાર ૨૦૧૯નું વર્ષ વિશ્વયુદ્ધના વર્ષ તરીકે જાવા મળશે. ૨૦૧૯માં ત્રીજુ વિશ્વયુદ્ધ થશે, જે ૩ દાયકાઓ સુધી ચાલશે. અગાઉ નોસ્ત્રાદેમસ જર્મનીના હિટલર અને અમેરિકાના ૯/૧૧ હુમલાને લઈને ભવિષ્યવાણી કરી હતી, જે સાચી સાબિત થઈ છે. પરંતુ, ૧૯૯૯માં ધરતી નષ્ટ થવાની તેમની આગાહી ખોટી સાબિત થઈ છે.
૧૪ ડિસેમ્બર ૧૫૦૩ના રોજ ફ્રાંસમાં જન્મેલા નોસ્ત્રાદેમસ છંદો અને કવિતાઓના માધ્યમથી ભવિષ્યવાણી કરી છે. તેમણે વર્ષ ૨૦૧૯માં ત્રીજા વિશ્વયુદ્ધને લઈને ભવિષ્યવાણી કરી હતી, અને સાથે એવું પણ કહ્યું હતું કે, આ યુદ્ધ સરળતાથી પૂર્ણ નહીં થાય. તેમના પુસ્તકમાં યુરોપમાં થનારો ભૂખમરો તેમજ અમેરિકા અને કેનેડામાં મોટું તોફાન આવશે તેવી શંકા વ્યક્ત કરી છે.
નોસ્ત્રાદેમસના પુસ્તકમાં જેટલી પણ ભવિષ્યવાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં કેટલીક શુભ ભવિષ્યવાણીઓ પણ છે. જેમાં જળવાયુ પરિવર્તન, મેડિકલ સાયન્સના ક્ષેત્રે પ્રગતિ અને મનુષ્ય ૨૦૦ વર્ષ સુધી જીવી શકશે તેનો પણ ઉલ્લેખ જાવા મળે છે. તેમણે જર્મનીના શાસક હિટલરને લઈને એવી ભવિષ્યવાણી કરી હતી કે, તેનો નદી કિનારે ગરીબ પરિવારમાં જન્મ થશે અને તેમની આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


