રાજકોટ,તા.૧૯
મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટ સ્થિત નિવાસસ્થાનને ખેડૂતો ઘેરાવ કરી શાકભાજીના ભાવ અંગે વિરોધ કરવા હોવાની ચર્ચા થઇ રહી છે. ખેડૂતો દ્વારા આ અંગે કલેક્ટરને પણ આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતો શાકભાજી લઇને મુખ્યમંત્રીના ઘરે વિરોધ કરવાના હતા પરંતુ આચારસંહિતાને કારણે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું કિશાન સંઘ દ્વારા જાણવા મળ્યું છે. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે રૂપાણીના નિવાસસ્થાને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.જેને લઇને સ્થાનિક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ભારતીય કિસાન સંઘના પ્રમુખ મનોજ ડોબરીયાએ આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી તો કરે છે. પણ ખેડૂતોને રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી નથી અને લસણ-ડુંગળીના ભાવો તળિયે હોવાથી ખેડૂતોએ મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. જેને પગલે બુધવારનાં રોજ કલેક્ટરને આવેદન આપ્યા બાદ મુખ્યમંત્રીના બંગલે વિરોધ કરવામાં આવનાર હતો. જા કે પોલીસ દ્વારા અપાયેલી આચરસંહિતાની જાણકારી બાદ આ વિરોધ થોડા દિવસો માટે મુલતવી રાખવામાં આવ્યો હોવાનું પણ તેમણે કહ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


