દર વર્ષે ચોમાસામાં સરકાર દ્વારા વન મહોત્સવના નામે લાખો રૂપિયાનો ધુમાડો

0
29

બનાસકાંઠામાં ૧૫ લાખ વૃક્ષોનું વાવેતર થયું હતુ પરંતુ આજે એક પણ વૃક્ષ નથી
ગાંધીનગર,તા.૧૧
સરકાર દ્વારા દર વર્ષે ચોમાસામાં વન મહોત્સવ યોજી લાખો રૂપિયાનો ખર્ચ કરી કરોડો વૃક્ષો વાવવામાં આવે છે. પરંતુ પાછળથી તેની કોઈ દરકાર ન લેવાતા કે માવજતના અભાવે એક ટકો વૃક્ષ પણ ઉગતા નથી. આ તમામ ખર્ચ પાણીમાં જાય છે. બનાસકાંઠા જિલ્લામાં પણ વર્ષ ૨૦૧૧માં વહીવટી તંત્રએ વિશ્વ રેકોર્ડ કરવા ૧૫ લાખ વૃક્ષોનું વાવેતર કર્યું હતું. તેમાંથી આજે એક ટકો પણ વૃક્ષ ઉગ્યા નથી.
વન્ય વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવતો અને બબ્બે અભ્યારણ ધરાવતા બનાસકાંઠા જિલ્લાને હરિયાળું બનાવવાની સાથે સાથે વિશ્વ રેકોર્ડ કરવા વર્ષ ૨૦૧૧માં બનાસકાંઠાના તત્કાલિન જિલ્લા કલેકટર દ્વારા ૧૫ લાખ વૃક્ષો વાવવાનું આયોજન કર્યું હતું. જેમાં ડીસાના જુના ડીસા ખાતે એક જ દિવસમાં ૧૧ લાખ જેટલા વૃક્ષોનું રોપણ કરી તેની જાળવણી માટે ૧૦૦થી વધુ એકર જમીનમાં તારની વાડનું મજબૂત ફેન્સીંગ પણ કરાયું હતું. વૃક્ષો ઉછેરવાની જવાબદારી હકીકતમાં વનવિભાગની હતી.
પરંતુ રેકોર્ડ સર્જાયા બાદ વન વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની દરકાર ન લેવાતા તેમ જ વૃક્ષ ઉછેર માટે માવજત ન કરાતા આ જગ્યા વૃક્ષોથી આચ્છાદિત થવી જોઈએ તેની જગ્યાએ વેરાન બની ગઈ છે. ૧૧ લાખમાંથી એક પણ વૃક્ષ ઉગીને મોટું થયું નથી અને સરકારનો તમામ ખર્ચ પાણીમાં ગયો છે.
સમગ્ર જિલ્લામાં વનવિભાગના સહયોગથી કલેકટર દ્વારા મોટા ઉપાડે કરાયેલા આ કાર્યક્રમ બાદ વૃક્ષો તો ઉગ્યા નથી. પરંતુ તેના માટે કરાયેલ તારની વાડ અને ફેન્સીંગના થાંભલાઓ પણ લોકો ઉઠાવી ગયા છે. હાલ જમીનમાં બાવળ અને આંકડાના જાળાં પથરાઈ ગયા છે. આવી હાલત સમગ્ર જિલ્લામાં જ્યાં જ્યાં વૃક્ષારોપણ કરાયું ત્યાં થઇ જવા પામી છે.
વૃક્ષારોપણ બાદ ઉછેરવાની જવાબદારી જેને માથે છે તે બનાસકાંઠા જિલ્લાના વન વિભાગને આ અંગે સવાલ કરવા જતાં પોતાની બેદરકારી ઢાંકવા અધિકારીઓએ કંઈ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. જ્યારે વિગતો માંગતા જિલ્લાના મોસ્ટ સિનિયર અધિકારી એવા નાયબ વન સંરક્ષક પરમાર તો પોતાની ઓફિસ છોડીને જ ભાગી ગયા હતા.
ખરેખર રાજ્ય સરકારે ખરેખર ગુજરાતને હરિયાળું બનાવવું હશે તો માત્ર વન મહોત્સવોના તાયફા યોજવાને બદલે વૃક્ષોની માવજત પણ કરવી પડશે અને માવજત ન કરનાર વનવિભાગના સ્ટાફ સામે પગલાં ભરવા પડશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર 
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY