બલૂચિસ્તાન,તા.૧૧
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં ઘણી જગ્યા પર મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. લોકો રસ્તાઓ પર ઉતરી પડ્યા છે અને માંગ કરી રહ્યાં છે કે, ઈસ્લામાબાદ કુદરતી સ્રોતોનું શોષણ કરવાનું બંધ કરે. મુઝફ્ફરાબાદમાં પ્રદર્શન કરી રહેલા લોકો પાકિસ્તાનને માંગ કરી રહ્યાં છે કે, તેઓ નીલમ નદીનું પાણી પંજાબ પ્રાંત તરફ વાળવાનું બંધ કરે. અસલમાં પાકિસ્તાનની એક મોટી યોજના હેઠળ મુઝફ્ફરાબાદના લોકોને તેમના મુખ્ય પ્રાણીનું સ્ત્રોત (નીલમ નદી)થી વંચિત કરી રહ્યું છે.
આ યોજનાએ પહાડોથી આવનાર તાજા પાણીને પંજાબ પ્રાતની તરફ વાળી લીધો છે. આ કારણે ચોમાસામાં જ નદીનું પાણી સુકાઈ ગયું છે. પાકિસ્તાન દ્વારા ઉઠાવેલા પગલાઓ બાદ મુઝફ્ફરાબાદમાં અનેક જગ્યાઓ પર પ્રદર્શન થઈ રહ્યાં છે. ઈસ્લામાબાદ પર આરોપ લાગી રહ્યાં છે કે, તેને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રહેતા લોકોને તેમના મૂળ અધિકાર છીનવી લીધા છે.
આંદોલમાં સામેલ થયેલ પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, જળ સંસાધન ઘટવાની અસર અમારા જીવન પર પડશે અને નદી પણ સુકાઈ જશે. સ્થાનિય નિવાસીઓને પાણીની મોટી તંગીનો સામનો કરવો પડી રહ્યો છે અને બધુ જ બર્બાદ થઈ જશે. અમે આ મુદ્દાને ઉકેલવા માટે રાવલપિંડીથી લઈને મુઝફ્ફરાબાદ સુધી યાત્રા કરી છે. આ ખુબ જ દૂર્ભાગ્યપૂર્ણ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"








