ઉન્નાવ,તા.૨૯
ઉન્નાવ રેપ કેસની પીડિતાના અકસ્માતમાં બીજેપી નેતા કુલદીપ સેંગર અને તેના ભાઇ સહિત ૧૦ લોકો વિરુદ્ધ હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે. પીડિતાના કાકાએ ફરિયાદ નોંધાવી છે. આ કેસ IPC કલમ ૩૦૨, ૩૦૭, ૫૦૬, ૧૨૦B મુજબ નોંધાયો છે. આ દુર્ઘટનામાં પીડિતાની કાકી અન માસીનું મોત થયું હતું. ધારાસભ્યના વિરોધમાં હ્લૈંઇ પીડિતાના કાકાએ દાખલ કરાવી છે. પીડિતાના કાકા હાલ રાયબરેલીની ડિસ્ટ્રક્ટ જેલમાં બંધ છે.
ભાજપ ધારાસભ્ય કુલદિપ સિંહ સેંગર પર દુષ્કર્મનો આરોપ લગાવનાર પીડિતા અને તેના પરિવારનો રાયબરેલી જતી વખતે એકિસડન્ટ થયો હતો. રવિવારે એનએચ ૩૨ પર અટોરા ગામ પાસે વરસાદ દરમિયાન એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. આ એકિસડન્ટમાં પીડિતાની માસી અને કાકીનું મોત થઈ ગયું છે. જ્યારે રેપ પીડિતાની હાલત વધુ ગંભીર માનવામાં આવે છે. ડોક્ટર્સે કહ્યુ છે કે, તેને ફેફસામાં વધારે ઈજા આવી છે અને તેનું પ્રેશર સતત ઘટી રહ્યું છે.
એડીજી લખનઉ રેન્જ રાજીવ કૃષ્ણાએ જણાવ્યું કે, પીડિતાના કાકા મહેશ કુમારની ફરિયાદના આધારે કેસ નોંધી લેવામાં આવ્યો છે. તેમણે આ કેસની સીબીઆઈ તપાસ કરાવવાની માંગણી કરી છે. અમે આ વિશે અધિકારીઓને રિપોર્ટ સોંપ્યો છે. તેના આધારે કેસ ઈન્ટેલિજન્સ એજન્સીઓને સોંપવામાં આવશે. ટ્રક ડ્રાઈવર, ક્લીનર અને તેના માલિકની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમના કોલ રેકોર્ડ સાથે કુલદીપ સિંહ સેંગર અથવા તેના અંગત લોકોની લિંક તપાસવામાં આવી રહી છે. ઘટના સ્થળપર ફોરેન્સિક ટીમને પણ મોકલવામાં આવી છે. કાર અને ટ્રકની સામ-સામે ટક્કર થઈ છે. બીજી બાજુ ડીજીપી ઓપી સિંહ પણ ઘાયલ પીડિતાને મળવા ટ્રોમા સેન્ટર પહોંચ્યા છે. તેમણે જણાવ્યું છે કે, પીડિતાને જીવનું જાખમ નથી.
ડીજીપી ઓપી સિંહનું કહેવું છે કે, પીડિતાની સુરક્ષામાં કોઈ બેદરકારી રાખવામાં આવી નથી. કારમાં જગ્યા ન હોવાના કારણે પીડિતાના સુરક્ષાકર્મીઓને સાથે ન આવવાનું કહેવામાં આવ્યું હતું. જો આ કેસમાં પરિવાર સીબીઆઈ તપાસની માંગણી કરશે તો અમે આ કેસ સીબીઆઈને સોંપી દઈશું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



