પોલીસ કોન્સ્ટેબલના પુત્રને વ્યાજખોરે માર્યો માર, મોબાઈલ પણ છીનવી લીધો

0
78

અમદાવાદ,
તા.૧૪/૦૩/૨૦૧૮

માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને એલિસબ્રિજ પોલીસ લાઈનમાં રહેતા કોન્સ્ટેબલના પુત્રને વ્યાજખોરે માર માર્યો હોવાની ઘટના બની છે. કોન્સ્ટેબલના પુત્રએ વ્યાજે રૂ. ૩૫ હજાર એક વ્યક્ત પાસેથી લીધા હતા, જે પરત ન આપતાં માર માર્યો હોવાની ઘટના બની છે. વ્યાજખોરે કોન્સ્ટેબલના પુત્રનો મોબાઈલ ફોન પણ લઈ લીધો હતો. આ અંગે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે એલિસબ્રિજ પોલીસ લાઈનમાં રહેતા અને માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ વાઘેલાનો પુત્ર મયંકસિંહ વાઘેલા લો ગાર્ડન પાસેની એસ. એમ. પટેલ કોલેજમાં ટીવાય બીકોમમાં અભ્યાસ કરે છે. ગઈ કાલે સાંજે મયંકસિંહ આંબેડકર કોલોની પાસે તેના મિત્ર સાથે અન્ય એક મિત્રને મળવા માટે ગયો હતો.

દરમિયાનમાં આંબેડકર કોલોનીમાં રહેતો ધર્મેશ ઉર્ફે ધમો પરમાર તેની પાસે આવ્યો હતો. ધર્મેશે મયંકસિંહને વ્યાજે આપેલા રૂપિયા ૩૫ હજાર પરત માગ્યા હતા અને બોલાચાલી કરી હતી. દરમિયાનમાં ધર્મેશે ઉશ્કેરાઈ જઈ મયંકસિંહને માર માર્યો હતો તેમજ તેનો મોબાઈલ ફોન પણ લઈ લીધો હતો. અન્ય યુવકો પણ હાથમાં લાકડીઓ લઈને મારવા આવતાં તે ત્યાંથી રિક્ષામાં બેસી પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.

ફરિયાદમાં જણાવ્યા મુજબ મયંકે ધર્મેશ પાસેથી રૂ. ૩૫ હજાર વ્યાજે લીધા હતા, જે પરત માગતો હોઈ મારામારી થઈ હતી, જાકે નરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે મયંકે તેના મિત્રની મમ્મીને વ્યાજે રૂપિયા અપાવ્યા હતા, જે પરત નહીં આપતાં ધર્મેશે રૂપિયા પરત માગ્યા હતા. એલિસબ્રિજ પોલીસે હાલ આ અંગે ગુનો નોંધી આરોપી ધર્મેશને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY