બગદાદ,તા.૧૯
ઈરાકના મોસૂલમાં આતંકી પકડવા માટે ગયેલી સ્વોટ ટીમના પગ તળેથી જમીન ખસી ગઈ જ્યારે તેમણે આતંકીનું શરીર જોયું. આતંકી શિફા-અલ-નિમા ઉર્ફ જબ્બા ધ જીહાદીનું શરીર એટલું વિશાળ હતું કે પોલીસ તેને હલાવી પણ નહોતી શકી. આતંકી પકડાય ગયા બાદ તેના ભાગવાનો કોઈ સવાલ જ પેદા નહોતો થતો. આતંકીના શરીરનું વજન ૨૫૦ કિલો હતું. પણ પોલીસ માટે સૌથી મોટી મુસીબત ત્યારે સામે આવી જ્યારે આતંકી પોલીસ વેનની અંદર બેસી જ ન શક્યો. આ જોઈ પોલીસના ચહેરા પર પણ ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ હતી.
આખરે આતંકીને લઈ જવા માટે પોલીસે વેનની જગ્યાએ ટ્રક બોલાવી અને સંપૂર્ણ હાસ્યાસ્પદ ઘટના પર પૂર્ણવિરામ મુકાયું. હાલ આતંકીને લઈ જવાની એ તસવીર વીજળી વેગે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
આતંકી જબ્બા ધ જીહાદી ઓબેસિટી એટલે કે મેદસ્વીપણાનો શિકાર છે. તેને આઈએસઆઈએસના પ્રમુખ નેતાઓમાંથી એક માનવામાં આવે છે. જબ્બા જેહાદીના નામથી આતંકની દુનિયામાં ખ્યાતનામ એવો આ આતંકી ભડકાઉ ભાષણ દેવા માટે ખ્યાતનામ છે.
શિફા અલ નિમા અંગે તપાસ કરી ચૂકેલા બ્રિટિશ એક્ટિવિસ્ટ માજિદ નવાબના જણાવ્યા અનુસાર આતંકી શિફાનું કામ કરતો હતો. પોતાના ભાષણો દ્રારા તે આતંકીઓને તૈયાર કરવાનું કામ કરતો હતો અને બ્રેન વોશ કરવાની કામગીરી સાથે સંકળાયેલો હતો. હવે ૨૫૦ કિલોના જમ્બો આતંકીનું પકડાવું એ આતંકીઓ માટી ખતરાની ઘંટી સમાન છે. કારણ કે જબ્બાના પકડાતા હવે યુવાનોનું બ્રેઈન વોશ કરવાની કામગીરી ઠપ્પ થઈ જશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



