અમદાવાદ,તા.૨૧
શહેરમાં આડેધડ પા‹કગ અને રોડ પર ગેરકાયદે દબાણને લઇને ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવી ટ્રાફિક સમસ્યા હલ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે શાસ્ત્રીનગર શાકમાર્કેટમાં ઊભા શાકભાજીની લારીવાળાઓએ ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ ખાતાને પૈસા આપવાના બહાના હેઠળ શાસ્ત્રીનગર શાકમાર્કેટ એસોસિયેશનનાં બની બેઠેલા પ્રમુખ અને તેના પરિવારે લારીવાળાઓને ધાકધમકી આપી હોવાની ફરિયાદ નારણપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે, જે મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હાલમાં શહેરમાં ટ્રાફિક ઝુંબેશ ચાલી રહી છે. પોલીસ રોડ પર કોઇ પણ લારી-ગલ્લાવાળાને ઊભા રહેવા દેતી નથી. શાસ્ત્રીનગર ચાર રસ્તાથી થોડા આગળ મોટી શાકમાર્કેટ ભરાય છે. આ માર્કેટને પોલીસે બંધ કરાવી દઇ રોડ પર શાકભાજીની લારી ચલાવતા લોકોને ખસેડી દીધા હતા.
ઘાટલોડિયા ગામમાં રહેતા અને શાસ્ત્રીનગર શાકમાર્કેટ એસોસિયેશનના બની બેઠેલા પ્રમુખ પ્રવીણભાઇ સોલંકી તેમના મળતિયા બચુભાઇ ચૌહાણ તેમની પુત્રી ચંપાબહેન અને પુત્ર રાજેશ સોલંકી ભેગા મળી પોલીસ અને દબાણ ખાતાને પૈસા આપવાના બહાને અને ધાર્મિક તહેવારોમાં ફાળાના બહાના હેઠળ અઠવાડિયામાં એક વાર રૂ.ર૦૦ થી ૩૦૦ પડાવી લે છે.
અને પૈસા આપવાની ના પાડવા છતાં હાથ-પગ તોડી નાખવાની ધમકી આપતા હતા. આ અંગે લારીવાળાઓએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ધમકીની ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



