અમદાવાદ,તા.૨૧
હેબતપુર ગામમાં રહેતા અને થલતેજની એક કંપનીમાં નોકરી કરતા યુવક પાસેથી કોઇ બે અજાણ્યા શખસ બેન્કમાં લાઇનમાં ઊભા રહેવાની જગ્યાએ બહાર ડિપોઝિટ મશીનમાં પૈસા ભરવાનું કહી રૂ.૧૩ હજાર અને મોબાઇલ ફોન લૂંટી ફરાર થઇ ગયા હોવાની ઘટના બની છે. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને હેબતપુર ગામમાં રહેતો અખિલેશ યાદવ (ઉ.વ.ર૪) થલતેજમાં આવેલ એક કંપનીમાં નોકરી કરે છે. ગઇ કાલે તેને તેના વતનમાં પૈસા મોકલવાના હોવાથી સવારે ૧૧ વાગ્યા આસપાસ થલતેજ લેન્ડમાર્ક હોન્ડાની બાજુમાં આવેલ એસબીઆઇમાં ગયો હતો.
તેના પિતાના ખાતામાં પૈસા ભરાવવા લાઇનમાં ઊભો હતો ત્યારે કોઇ અજાણ્યો ઇસમ તેની પાસે આવ્યો હતો અને લાઇનમાં નથી ઊભું રહેવું, બહાર કેશ ડિપોઝિટ મશીન છે તેમાં પૈસા ભરી દઇએ.
અખિલેશ તે યુવક સાથે બહાર આવ્યો અને બે શખસોએ તેની પાસે રહેલા રૂ.૧૩ હજાર લઇ મશીનમાં ભરવાનું કહ્યું હતું. હિસાબ કરવો છે તેમ કહી મોબાઇલ ફોન પણ માગ્યો હતો. બંને શખસ નજર ચૂકવી રૂ.૧૩ હજાર અને મોબાઇલ લઇ ગુરુદ્વારા તરફ નાસી ગયા હતા. અખિલેશે તેમનો પીછો પણ કર્યો હતો પણ બંને નાસી જવામાં સફળ રહ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


