કુછડીમાં ૨ બાળકોને કુતરા રાખવાના પાંજરામાં પુરી બેફામ માર મારતો વીડિયો વાયરલ

0
35

પોરબંદર,તા.૨૨
કુછડી ગામમાં ૨ સગીર વયના બાળકોને ચોરીના આરોપમાં કુતરા રાખવાના પાંજરામાં પુરી બેફામ માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ મામલે વીડિયો વાઈરલ કરનાર પરબત કારા કુછડિયા, લીલા ભીમા કેશવાલા અને વેજા જીવા કુછડિયા સામે કુછડીના બાબુભાઈ મીઠાભાઈ ખરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
કુછડીમાં ચોરીના આરોપસર ૨ સગીરવયના બાળકોને આરોપી વેજા જીવા કુછડિયાના ઘરે કુતરા રાખવાના પાંજરામાં પુરી ઢોરમાર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ પાંજરાની બહાર કાઢી પ્લાસ્ટિકના પાઈપ વડે બેફામ માર માર્યો હતો અને ઈલેક્ટ્રીક શોર્ટ આપવાની ધમકી આપી હતી. જેથી બાબુભાઈ મીઠાભાઈ ખરાએ ત્રણેય આરોપી વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ બંને બાળકોને ઢોર માર મારી રહ્યો છે અને બંને બાળકો તેની સામે કરગરી રહ્યાં છે કે બસ હવે માર મારોમાં. તેમ છતાં આ શખ્સ પાંજરામાંથી બહાર કાઢીને પણ પ્લાસ્ટિકના પાઈપ વડે બેફામ માર મારે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY