પોરબંદર,તા.૯
પારાવાડામાં શંકાના આધારે અને ઘર કંકાસથી ઉશ્કેરાયેલા પતિએ છરીના ઘા ઝીંકીને પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની વિગત અનુસાર પારાવાડામાં રહેતા ભીમા નાથાભાઈ સીડા મેરને ઘર કંકાસનાં કારણે પત્ની સાથે અવારનવાર માથાકુટ થતી હતી. ત્યારે ગઈકાલે રાત્રે ફરી માથાકુટ થતાં પતિ ભીમા નાથાભાઈએ ઉશ્કેરાઈ જઈને છરીના ઘા પત્ની દેવીબેન પર ઝીંકી દીધા હતા.
સમગ્ર ઘટનામાં દેવીબેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે પોરબંદરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હાલ તો બગવદર પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


