રમતમાં ૩ વર્ષની બાળકીએ ટ્રેક્ટર ચાલુ કરી દેતા નીચે પટકાઇ, વ્હીલ નીચે આવતા મોત

0
8

પોરબંદર,તા.૧૬
પોરબંદર તાલુકાના ફૂછડી ગામે વાડી વિસ્તારમા રહેતી વિરલ નાગાજણ ભાઈ કૂછડિયા (ઉ. ૩) નામની બાળકી આંગણામાં રમતી હતી. અને રમત રમતમાં આ બાળકી ટ્રેક્ટર પર ચડી ગઈ હતી, અને ટ્રેક્ટરની ચાવી ફેરવી દીધી હતી. જેથી ટ્રેક્ટર ચાલુ થઈ જતા, આ બાળકી ગભરાઈ ગઈ હતી અને ટ્રેક્ટર પરથી પડી ગઈ હતી.
આ બાળકી પડી જતા ટ્રેક્ટરના વ્હીલ નીચે આવી જતા ચગદાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ બાળકીના દાદા બાપુને થતા તાત્કાલિક બાળકીને પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બાળકીના પિતા ડ્રાઈવર હોવાનું જાણવા મળે છે, અને પિતાને સંતાનમાં જુડવા દીકરો દીકરી હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY